Gujarat

કાલાવડની વાડીમાં જુગાર રમતા 8 લોકો ઝડપાયા

જામનગર LCBએ કાલાવડ તાલુકાના કોઠા ભાડુકીયા ગામની સીમમાં આવેલી વાડીમાં ચાલતા તીનપત્તીના જુગાર પર દરોડો પાડ્યો હતો. પોલીસે જુગાર રમતા 8 લોકોને ઝડપી લીધા અને રૂ. 15.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી કાર્યવાહી કરાઈ હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચના PI વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ PSI એમ.વી. ભાટીયા અને સ્ટાફ કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

આ દરમિયાન LCBના મયુદીનભાઈ સૈયદ અને રૂષીરાજસિંહ વાળાને બાતમી મળી હતી. કોઠા ભાડુકીયા ગામની સીમમાં બલભદ્રસિંહ પ્રવિણસિંહ જાડેજાની વાડીના મકાનમાં બહારથી લોકોને બોલાવી તીનપત્તીનો જુગાર રમાડાતો હોવાની માહિતી મળી હતી.