Gujarat

TAT HSની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારોમાં ભારે અસંતોષ

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી TAT HSની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવતા તેમાં 30 હજાર જેટલા ઉમેદવારો તપાસ થયા છે. જે બાદ ઉમેદવારોએ પરીક્ષા ચકાસણીમાં ખામી થઈ હોવાનો દાવો વિરોધ કરી રહ્યા છે ત્યારે અમદાવાદ જિલ્લાના ઉમેદવારોએ પણ જાહેર થયેલા પરિણામ સામે વિરોધ નોંધાવી પુનઃ ચકાસણી કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરી છે. તેમજ બંને પેપરના પરિણામ અલગ અલગ જાહેર કરી ન્યાય આપવામાં આવે તે માટે પણ ઉમેદવારોએ રજૂઆત કરી છે.

માત્ર 16 હજાર જેટલા જ ઉમેદવારો પાસ થયા હતા TAT HSની રાજ્યભરમાંથી અંદાજે 47 હજાર જેટલા લાયક ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં માત્ર 16 હજાર જેટલા જ ઉમેદવારો પાસ થયા હતા. જ્યારે બાકીના 30 હજાર જેટલા પરીક્ષાર્થીઓ નાપાસ જાહેર કરવામાં આવ્યા હતા. જેથી પરીક્ષા બાદ પેપર ચકાસણી કરવામાં આવી છે તેમાં ઉમેદવારોને વિશ્વાસ નથી. જેના કારણે ન્યાય અપાવવાની માંગ સાથે પેપરનું ચકાસણી ફરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ઉમેદવારોએ ઉત્તરવહી બતાવવામાં કરી માગ ઉમેદવારે જણાવ્યું હતું કે, આજે જિલ્લાના જે પણ ઉમેદવારો હતા તે આજે કલેક્ટર કચેરીએ ભેગા થયા હતા. અમારી રજૂઆતને લઈને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમજ કલેકટર દ્વારા અમારી બધી માંગણીઓ પણ સાંભળવામાં આવી છે.

અમે રાજ્ય પરીક્ષા બોર્ડને કહેવા માંગીએ છીએ કે, જે 30 હજાર જેટલા ઉમેદવારો છે તેમને સંતોષ થાય તે માટે પેપરની પુનઃ ચકાસણી કરવામાં આવે. TAT HS પરીક્ષાના તમામ વિષયની સત્તાવાર મોડલ આન્સર કી જાહેર કરવામાં આવે અને બંને પ્રશ્નપત્રના ગુણ પણ અલગ અલગ જાહેર કરવામાં આવે તેવી અમારી માંગણી છે. અમારી ઉત્તરવહી બતાવવામાં આવે જેથી જે 30 હજાર ઉમેદવારોને અસંતોષ છે તે દૂર થાય.