સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક ચોરણિયા પાસે ડમ્પર અને આઇશર ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. તેમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. બંને ઇજાગ્રસ્તોને લીંબડીની આર.આર. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. વધુ સારવારની જરૂર પડતાં તેમને સુરેન્દ્રનગર રીફર કરાયા હતા. અકસાન બાદ હાઈવે પર લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

