ડભોઇ તાલુકાના રાજલીથી ભીલાપુર પાસે હાલમાં સ્ટેટ હાઇવે પર ઓવરબ્રિજની નિર્માણ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છેજ જોકે, આ વિકાસના કામની આડમાં શ્રમિકોના જીવ સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે.
અહીં અંદાજે 30 ફૂટ જેટલી ઊંચાઈ પર કામ કરી રહેલા મજૂરોને કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારના સુરક્ષા (સેફ્ટી) સાધનો પૂરા પાડવામાં આવ્યા નથી. જેના કારણે કોઈ મોટી જાનહાનિ થવાની દહેશત સેવાઈ રહી છે. સ્થળ પરની પરિસ્થિતિનું નિરીક્ષણ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. આટલી ઊંચાઈએ કામ કરતા શ્રમિકો પાસે ન તો સેફ્ટી હેલ્મેટ છે, ન સેફ્ટી જેકેટ, ન સેફ્ટી બેલ્ટ કે ન તો યોગ્ય બૂટ. આટલું ઓછું હોય તેમ, જ્યારે આ જોખમી કામગીરી ચાલી રહી હતી.
ત્યારે સ્થળ પર કોઈ પણ જવાબદાર અધિકારી હાજર જોવા મળ્યા ન હતા. નિયમ મુજબ, જ્યારે ઊંચાઈ પર જોખમી કામ ચાલતું હોય ત્યારે સુપરવાઇઝર અને સુરક્ષા અધિકારીની હાજરી અનિવાર્ય હોય છે. પરંતુ અહીં તમામ નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા છે. આ બેદરકારી અંગે જ્યારે સ્થળ પર હાજર કર્મચારી વિકાસભાઈ યાદવ ને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જવાબદારીમાંથી હાથ ખંખેરતા જણાવ્યું હતું કે, હાલ સ્થળ પર કોઈ અધિકારી હાજર નથી. શ્રમિકોને સેફ્ટીના સાધનો પૂરા પાડવામાં આવ્યા છે. પરંતુ તેઓ પોતે જ લાવ્યા નથી

