જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે આવેલા ગાંગણપાટ ડેમમાં ગેરકાયદે માટી ખનન કરતા બે JCB મશીન અને પાંચ ટ્રેક્ટર ઝડપાયાં. શેઠવડાળા પોલીસે બાતમીના આધારે ડેમમાં દરોડો પાડ્યો હતો. પોલીસે કુલ રૂ. 95 લાખનો મુદ્દામાલ પકડ્યો હોવાનું જણાવ્યું છે. આ મામલે ખાણ-ખનીજ વિભાગ મારફતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને લાલપુર ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ થઈ હતી. શેઠવડાળા પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. સોલંકી અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો.

