વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રીક્ષામાંથી પડી ગયેલા પાંચ વર્ષીય બાળક પર અજાણ્યા વાહનનું ટાયર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતક બાળકના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અજાણ્યા વાહનનું ટાયર ફરી વળ્યું હોવાની આશંકા ગત રાત્રે બંટીખાન જલાલખાન પોતાના પાંચ વર્ષીય પુત્ર મોહમદને રીક્ષામાં બેસાડી આજવા ચોકડીથી કમલાનગર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ખાનગી હોસ્પિટલની સામે બાળક મોહમદ રીક્ષામાંથી નીચે પડી ગયો હતો અને કોઈ અજાણ્યા વાહનનું ટાયર તેના માથા પર ફરી વળ્યું હતું. માથાના ભાગે ગંભીર ઈજા અને મોત અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા બાળકને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચ્યા બાદ ફરજ પરના તબીબોએ મોહમદને મૃત જાહેર કર્યો હતો.
માતાના અવસાન બાદ પિતા સાથે રહેતો હતો ત્રણ મહિના અગાઉ જબ્બારભાઈની પુત્રી મોસમાનું કુદરતી બીમારીના કારણે અવસાન થયું હતું, ત્યારબાદ મોહમદ તેના પિતા બંટીખાન સાથે રહેતો હતો. અકસ્માતની જાણ થતાં જબ્બારભાઈ SSG હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યાં તેમનો જમાઈ બંટીખાન કોઈને કહ્યા વિના ત્યાંથી જતો રહ્યો હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું છે.

