Gujarat

પીપરલામાં ₹2.41 કરોડના ખર્ચે બે સ્લેબ ડ્રેઇન બનશે

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીપરલા ગામે ₹2.41 કરોડના ખર્ચે બે સ્લેબ ડ્રેઇન બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ ડ્રેઇન બનવાથી ગામના લોકો અને વાહનચાલકોને અવરજવરમાં સુવિધા મળશે. અવરજવરને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી.

ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ ડાંગર, જિલ્લા મંત્રી પાતાભાઈ દોરાળા, જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી લલ્લુભાઈ લાધવા અને નરેશભાઈ બારૈયા હાજર રહ્યા હતા. તેમની સાથે આગેવાનો અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.