ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના વીજ ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 66 કેવી જેટકો વેરાવળ સબસ્ટેશનમાં પેનલ બદલવાની કામગીરી તથા જરૂરી સમારકામ હાથ ધરવાનું હોવાથી આગામી તા. 29 નવેમ્બર, રવિવારના રોજ વેરાવળ શહેરના તમામ વિસ્તારોમાં અંદાજે 10 કલાક સુધી વીજ પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. PGVCLની વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા આ અંગે સત્તાવાર અખબારી યાદી પ્રસિદ્ધ કરી ગ્રાહકોને અગાઉથી જાણ કરવામાં આવી છે.
જેટકો વેરાવળ દ્વારા 66 કેવી વેરાવળ સબસ્ટેશન ખાતે વીજ માળખાને લગતી જરૂરી કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેમાં સબસ્ટેશનની પેનલ બદલવાની કામગીરી ઉપરાંત જરૂરી સમારકામ કરવામાં આવશે. આ કામગીરીને ધ્યાનમાં રાખીને તા. 29/11/2026ના રોજ સવારે 7:00 કલાકથી સાંજે 5:00 કલાક સુધી શટડાઉન રાખવામાં આવશે. જેના પરિણામે આ સમયગાળા દરમિયાન વેરાવળ શહેરના તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
શહેરના તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેવાનો હોવાથી ઘરેલું વીજ વપરાશકારો, વેપારીઓ, ઔદ્યોગિક એકમો તેમજ અન્ય વીજ ગ્રાહકોએ પોતાની જરૂરિયાત મુજબ અગાઉથી આયોજન કરી લેવા વીજ તંત્ર દ્વારા સૂચિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને વીજળી આધારિત વ્યવસાય અને દૈનિક કામગીરી કરતા લોકોને શટડાઉનના સમયગાળાને ધ્યાનમાં રાખીને જરૂરી વ્યવસ્થા કરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

