રાજકોટમાં મકાનના ફળીયામાં ઝાડના વાવેતરની વચ્ચે ગાંજાના છોડનુ વાવેતર કરનાર ઇસમને પકડી પાડતી એરપોર્ટ પોલીસ સ્ટેશન.
રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ચડે નહીં તથા નશાકારક પદાર્થનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નશાકારક પદાર્થનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે સબંધે એરપોર્ટ પોલીસ સ્ટેશનના P.I કે.પી.તરેટીયા ની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્કોડના બી.વી.સરવૈયા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ગણપતભાઇ રાઠવા તથા સજુભા ડાભીની સંયુકત બાતમી હકીકત આધારે રાજકોટ તાલુકાના નવાગામ (બામણબોર) ગામ ખાતે સવજીભાઇ જાપડીયાના રહેણાંક મકાનમાં વાવેતર કરેલ અલગ-અલગ ઝાડના છોડવાની આડમાં વાવેતર કરેલ માદક પદાર્થ ગાંજાના નાના-મોટા લીલા છોડ નંગ-૧૫ ૯.૦૫૦ કિ.ગ્રામ કિ.૪,૫૭,૫૦૦ સહીત કબ્જે કરી, આરોપીને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી, NDPS એક્ટ કલમ-૮(બી), ૮ (સી), ૨૦(એ)(૧), ૨૦(બી)(૨)(બી) મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

