Gujarat

પ્રભાસ-પાટણ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો : બહોળી સંખ્યામાં શહેરીજનોએ લીધો લાભ સરકાર  ના ૧૩ વિભાગોની ૫૬ સેવાઓ લોકોને એક જ સ્થળે પૂરી પાડવામાં આવી કાર્યક્રમ દરમિયાન ૨૩૮૬ પ્રશ્નોનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.  

ગિરગઢડા
  ભરત ગંગદેવ..
 વેરાવળ-પ્રભાસ પાટણ સંયુ્ક્ત નગરપાલિકા દ્વારા સ્વામી નારાયણ ગુરૂકુલ પ્રભાસ-પાટણ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સેવાઓ અને યોજના લાભ માટે મળેલી ૨૩૮૬ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ સેવાસેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ-રાશન કાર્ડમાં ફેરફારો, મહિલાઓ અને બાલિકાલક્ષી યોજનાઓ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબીટીઝ અને બી.પી.ની ચકાસણી), ઘરેલું નવા વીજ જોડાણ, પશુઓ સંબંધિત સેવાઓ, બેન્કિંગ અને ખેતી સંબંધીત સેવાઓ જેવી વગેરે કુલ ૫૬ સેવાઓ લોકોને એક જ સ્થળે પુરી પાડવામાં આવી હતી..
(ગિરસોમનાથ પોલીસ દિવસ રાત માસ્ક વિતરણ કરી લોકોને સમજાવી રહી છે માસ્ક પહેરો બીજી બાજુ કહેવાની જરૂર નથી આપ જોયજ શકશો ).

IMG-20220101-WA0733.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *