ભુજ
મુન્દ્રા નગરની એક પ્રતિષ્ઠિત શાળામાં શિક્ષક તરીકે ફરક બજાવતો અને નાના કપાયા સ્થિત ટીચર કોલોનીમાં રહેતા આરોપી જય ઠક્કરે તેની પાસે ઓનલાઈન શિક્ષણ મેળવતી ૧૬ વર્ષીય સગીરા સાથે મેળ મિલાપ કેળવીને શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હતું. ઉપરાંત આરોપી દ્વારા સગીરાને આ વિશેનો ભય આપી બ્લેકમેઈલ પણ કરવામાં આવી હતી. જેમાં તેણે કિશોરી પાસેથી રૂ. ૧.૨૦ લાખના સોનાના ઘરેણાં પણ પડાવી લીધા હતા. જેથી પીડિત કિશોરીના પરિવાર દ્વારા ઘરમાં સોનાના ઘરેણા ગમ થતા મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ચોરીની તપાસ દરમિયાન દુષ્કર્મ અને બ્લેકમેઈલિંગનો સમગ્ર મામલો સામે આવ્યો હતો. મુન્દ્રા પોલીસે દુષ્કર્મ સહિતની વિવિધ કલમો તળે આરોપી સામે ગુનો નોંધી શિક્ષકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.પશ્ચિમ કચ્છના મુન્દ્રા ખાતે આવેલી એક પ્રતિષ્ઠિત શાળાના શિક્ષક દ્વારા ૧૬ વર્ષની વિદ્યાર્થિની પર ઓનલાઈન શિક્ષણ દરમિયાન મેળ મિલાપ કેળવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. એટલું જ નહિ પરંતુ શિક્ષક દ્વારા સગીરાને બ્લેકમેઈલ પણ કરવામાં આવી હતી અને રૂ. ૧.૨૦ લાખના સોનાના ઘરેણાં તફડાવી લેવામાં આવ્યા હતા. શિક્ષણ જગત માટે આ અતિ શરમજનક ઘટનાના પગલે મુન્દ્રાની સાથે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.


