Gujarat

વેરાવળ તાલુકામાં ૨૨ મધ્યાહ્ન ભોજન સંચાલક કમ-કૂકની જગ્યા ભરાશે

  ગિરગઢડા
  ભરત ગંગદેવ.
લાયકાત ધરાવતા ફક્ત સ્ત્રી ઉમેદવારોએ જ ૭મી જાન્યુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે
 વેરાવળ તાલુકામાં ૨૨ મધ્યાહન ભોજન સંચાલકની તદ્દન હંગામી ધોરણે જગ્યા ભરવામાં આવશે. આ માટે લાયકાત ધરાવતા ફકત સ્ત્રી ઉમેદવારો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ પદ માટે લાયક વયમર્યાદા તા.૦૭-૦૧-૨૦૨૨ ની સ્થિતિએ ૨૦ થી ૬૦ વર્ષ સુધીની છે શૈક્ષણિક લાયકાત ધો.૧૦ પાસ પરંતુ એસ.એસ.સી. પાસ ઉમેદવાર ન મળે તો તેવા કિસ્સામાં ધોરણ-૭ પાસ પસંદ થવા પાત્ર છે. આ પદ પર માસિક માનદ વેતન રૂ. ૧૬૦૦/- મળવા પાત્ર થશે.
આ માટે ઉમેદવારોએ મામલતદાર કચેરી, વેરાવળ(ગ્રામ્ય), સરકારી વિજ્ઞાન શાળા સામે, રાજેન્દ્ર ભુવન રોડ ખાતેથી નિયત નમુનાના અરજી પત્રક મેળવી તમામ વિગતો ભરી તથા પ્રમાણપત્રોની ખરી નકલો સાથે તા.૦૭-૦૧-૨૦૨૨ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન રૂબરૂ અથવા રજી,એ.ડી. ટપાલ મારફતે ઉક્ત સરનામા પર મોકલી આપવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *