ગિરગઢડા
ભરત ગંગદેવ.
તાજેતરમાં સુર્યા સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા ભુજ ખાતે ઈન્ટર સ્કૂલની રમત ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેડમિન્ટન, વોલીબોલ વગેરે રમતો માં અનેક શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં અંડર-૧૭, અંડર-૧૯ જેવા વિભાગોમાં સ્પર્ધા યોજાઇ હતી. આ ટુર્નામેન્ટમાં માતુશ્રી આર.ડી. વરસાણી કુમાર કન્યા વિદ્યાલયની ટીમે પોતાનું આગવું કૌશલ્ય પ્રદર્શિત કરી દિકરીઓએ વોલીબોલ સ્પર્ધામાં વિજય પ્રાપ્ત કરી એસજીવીપી ગુરુકુલ પરિવારનું
ગૌરવ વધાર્યું હતું. આ તકે સંસ્થાના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીજીએ બધા સ્પર્ધકોને અભિનંદન પાઠવી આશીર્વાદ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ જોશી તથા અનિલભાઈ બાંભણિયાએ કર્યું હતું.
Attachments area


