બોટાદ જિલ્લાનાં રાણપુરમાં મોડેલ સ્કુલ ખાતે N.D.R.F ટીમ વડોદરા દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ, વાવાઝોડું,ચક્રાવાત,પુર,આગ વિગેરે આપત્તિઓ સમયે સ્વરક્ષણ અને સામુહિક સલામતીનાં પગલા સંદર્ભે શાળાના બાળકોને અને સ્ટાફને રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. યોજાયેલ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં વિદ્યાર્થીઓ તેમજ સારસ્વતો મિત્રો સહભાગી થયા હતાં…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
