સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની ત્રીજી લહેરે હાહાકાર મચાવ્યો છે તેમ નવા વેરીએન્ટ ઓમીક્રોન નો ખતરો વધતો જાય છે ત્યારે ભારત પણ બાકાત રહ્યું નથી આ ખતરા થી બચવા કેન્દ્ર સરકાર દ્વારા ૧૫ થી ૧૮ વર્ષનાં બાળકોને રસી આપવાના કરાયેલા નિર્ણયના પગલે તારીખ 3 જાન્યુઆરીથી સાતમી જાન્યુઆરી સુધી ૧૫થી ૧૮ વર્ષના તમામ બાળકોને વેક્સિનેશન કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત વેક્સીનેશન ના આજના બીજા દિવસે છોટાઉદેપુર ફતેપુરા સાઈ સિટી ખાતે આવેલ રેનીટા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વિકલાંગોની શાળા ખાતે ૧૫ થી ૧૮ વર્ષ ના વિકલાંગોને રસીકરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યું જેમાં છોટાઉદેપુર જિલ્લા કલેકટર સુશ્રી સ્તુતિ ચારણ ખાસ ઉપસ્થિત રહી રસીકરણ વ્યવસ્થાને નિહાળી અને વિકલાંગોને રસી લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે રેનીટા ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


