Gujarat

અમદાવાદમાં ઉત્તરાયણ આવતા ખોખરામાં ૫૦૦થી વધુ સેફગાર્ડ લગાવ્યા

અમદાવાદ
અમદાવાદ શહેરમાં ખોખરા વિસ્તારમાં નાથાલાલ ઝગડા ઓવરબ્રિજ પાસે ખોખરા યુથ ફેડરેશનના કાર્યકરોએ વાહનો પર સેફગાર્ડ લગાવવાની કામગીરી કરી હતી. ફેડરેશનના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, પતંગના દોરાથી અનેક વાહન ચાલકો ઈજાગ્રસ્ત થતાં હોય છે. ક્યારેક તાત્કાલિક સારવાર નહીં મળવાથી વાહન ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજતું હોય છે. ત્યારે આજે અમે ખોખરા વિસ્તારમાં ૫૦૦ વાહન ચાલકોના વાહનો પર સેફ ગાર્ડ લગાવીને તેમને સુરક્ષિત કર્યા હતાં. અમદાવાદમાં સામાજિક સંસ્થા મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન ચલાવતા મનોજ ભાવસાર એન્જિનિયર છે. મનોજભાઈને ૧૫ વર્ષ અગાઉ પતંગની દોરી ગળામાં વાગી હતી. તે સમયે મનોજભાઈનો જીવ બચી ગયો પરંતુ તે સમયે અનેક લોકોને આ રીતે પતંગના દોર વાગતા હતા. જેમાં કેટલાક લોકોના મૃત્યુ થતા હતા અને કેટલાકને ગંભીર ઈજા થતી હતી. જેથી મનોજભાઈએ લોકોના જીવ બચાવવા અને ઈજા ના થાય તે માટે શહેરના બ્રીજ પર તાર બાંધવાનું શરુ કર્યું છે. જેથી કપાયેલ પતંગ કે અન્ય રીતે દોરી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકને ઈજા ના પહોચાડે. દર વર્ષની જેમ આ વર્ષે મનોજભાઈએ શહેરના ૩૫ બ્રિજ પર તાર બાંધવાનું શરૂ કર્યું છે. લોકો સેફટી સાથે ઉત્તરાયણ ઉજવી શકે તે માટે બ્રિજ પર આવેલા લાઈટના એક થાંભલાથી અન્ય થાંભલા સુધી તાર બાંધવાના શરુ કર્યા છે.આ તાર બાંધવાને કારણે બ્રિજ પર કપાયેલ પતંગ કે દોરી આવવાની શક્યતા ઘટી જાય છે. જેના કારણે ઈજા થવાનું જાેખમ ટળે છે. મનોજભાઈ ભાવસારે જણાવ્યું હતું કે મારી સાથે થયેલ અનુભવ બાદ લોકોના જીવ બચાવવા અને ઈજા ના થાય તે માટે આ મેં અભિયાન શરુ કર્યું છે. જેમાં છસ્ઝ્રની એક ગાડી પણ તેમની મદદમાં છે. જેનાથી તેઓ થાંભલા પર તાર બાંધી શકે છે. લોકોના તહેવારના રંગમાં ભંગ ના થાય તે માટે ૧૫ વર્ષથી સ્વ ખર્ચે તાર બાંધું છુ.રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. અમદાવાદમાં પણ સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે. બીજી તરફ ઉત્તરાયણનો તહેવાર નજીક હોવાથી પતંગ અને દોરીનું બજાર પણ ઉભું થઈ ગયું છે. ત્યારે અમદાવાદમાં ઉત્તરાયણના તહેવારમાં પતંગની દોરી વાગવાથી વાહન ચાલકો અને રસ્તા પર જતા લોકોના ગળામાં દોરી વાગવાની ઘટનાઓ બનતી હોય છે. દોરી વાગવાથી વાહન ચાલકો બચી શકે તે માટે શહેરમાં વાહન ચાલકોને તેમના વાહનો પર સેફગાર્ડ લગાવીને સુરક્ષિત કરવામાં આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *