હાર્દિક કાનાબાર પ્રાચી
આજ રોજ પ્રાચી ખાતે કોરોના મહામારી ને ધ્યાને લઇ સુત્રાપાડા પીએસઆઇ હેરમાં સાહેબે હરેક દુકાનો તેમજ હોટેલ ધર્મશાળા તેમજ મોક્ષ પીપળા અને મધવરાયજી મંદિર ની મુલાકાત લીધી હતી અને કોરોનાને લગતી માહિતી આપી પ્રાચી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બહારગામ થી ખરીદી કરવા આવતા તમામ ગ્રાહકો તેમજ વેપારી દુકાનદારો એ પણ માસ્ક ફરજિયાત પહેરવું અને ચુસ્ત પાલન કરવું રોડ રસ્તા ઓ ખરાબ હોવાથી વારંવાર અકસ્માત ના બનાવો બનતા રહેતા હોવાથી બાઇક ચાલકે પણ ફરજીયાત હેલ્મેટ અને માસ્ક પહેરવું જો આ નિયમો નું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે આમ છતાં કાઈ નિયમો નું પાલન કરવામાં નહીં આવે તો સુત્રાપાડા પોલિસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે અને સરકારશ્રી ના નક્કી કરેલા માસ્ક અને હેલ્મેટ નો ડંડ ભરવા પાત્ર રહેશે જેથી માસ્ક અને હેલ્મેટ પહેરવા અને સોશ્યિલ ડિસ્ટકસન નું પાલન કરવું અને જરૂરિયાત વગર ટોળા વળી ને ભેગા ન થવું અને સરકારશ્રી ની ગાઈડલાઈન મુજબ ચુસ્ત પણે પાલન કરવું અને નિયમો ને ધ્યાને રાખી સાવચેતી સાથે ધંધા રોજગાર ચાલુ રાખવા અને જરૂરી સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો
