ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર ભારત વર્ષમાં રંગોળી સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે, જે અન્વયે જામનગર જિલ્લામાં તા.૧૩/૦૧/૨૦૨૨ના રોજ સવારે ૯:૩૦ કલાકે શ્રી નેશનલ હાઇસ્કુલ, જામનગર ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા ૧૬ થી ૪૫ વર્ષ સુધીના નાગરિકોએ સાધન સામગ્રી સાથે લઈને સ્પર્ધાના સ્થળ ઉપર રિપોર્ટિંગ કરવાનું રહેશે. વધુ વિગત માટે કચેરીના ફોન નં. ૦૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.
દિવ્યા ત્રિવેદી
