Uncategorized

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક

💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_

💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા પ્રજાની મદદ કરવાની સાથે સાથે નિવૃત થયેલ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની પણ તેઓને લોક ડાઉન દરમિયાન કોઈ કામકાજ સબબ જરૂરિયાત સમયે મદદ કરવા તમામ પોલીસ અધિકારીઓને સૂચનાઓ કરવામાં આવેલ છે…._

💫 _હાલમાં લોક ડાઉન તા. 03.05.2020 સુધી વધારવામાં આવેલ હોઈ, જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા નિવૃત પોલીસ અધિકારીઓ તથા નિવૃત થયેલા સ્ટાફના માણસોને *હાલમાં કોરોના વાયરસ અનુસંધાને લોક ડાઉન પરિસ્થિતીના સમયગાળા દરમિયાન આપને મેડિકલ, આવશ્યક ચીજ વસ્તુ, ઇમરજન્સી સેવા માટે* જરૂરિયાત હોય તો, *જૂનાગઢ પોલીસ આપની સેવામાં હાજર* છે અને *મેડિકલ, આવશ્યક ચીજ વસ્તુ, ઇમરજન્સી સેવા માટે જરૂરિયાત હોય તો, જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમ અથવા અમારા મોબાઈલ નંબર 99784 05250 કે ડીવાયએસપી જૂનાગઢ 99784 07898 ઉપર સંપર્ક* કરવા બાબતનો મેસેજ કરીને જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે……_

💫 _જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા સહિતની ટીમ દ્વારા *એ.બી.સી. મેડીકલના માલિક રાજુભાઇ પટેલના સહયોગથી પેટ્રોલિંગ દરમિયાન નિવૃત પોલીસ અધિકારીઓ (1) શ્રી અર્જુનસિંહ રાઠોડ, નિવૃત ડીવાયએસપી (હાલ ચાપરડા આશ્રમ), (2) શ્રી બી.જી.લીંબાસિયા, નિવૃત ડીવાયએસપી, (3) શ્રી એલ.એન.જેઠવા, નિવૃત ડીવાયએસપી તેમજ નિવૃત એ.એસ.આઈ. શંભુભાઈ પરમાર, નિવૃત એ.એસ.આઈ. વજુભાઇ દવે સહિતનાને પેટ્રોલિંગ બંદોબસ્ત દરમિયાન રસ્તામાં મળી જાય ત્યાં, દરેકને માસ્ક, સેનેટાઇઝર, હેન્ડ વોશ, સહિતની કીટ આપવામાં આવેલ* હતી. જુનાગઢ પોલીસ દ્વારા *કપરા સંજોગોમાં મદદ કરવામાં આવતા, નિવૃત પોલીસ અધિકારીઓ દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર* વ્યક્ત કર્યો હતો. *જૂનાગઢ પોલીસ દ્વારા ભવિષ્યમાં લોક ડાઉન દરમિયાન મેડિકલ, આવશ્યક ચીજ વસ્તુ, ઇમરજન્સી સેવા માટે જરૂરિયાત હોય તો, પણ સંપર્ક કરવા* જણાવવામાં આવેલ હતું. *નિવૃત પોલીસ અધિકારીઓ જૂનાગઢ પોલીસની આવી સેવા અનુભવીને ભાવ વિભોર* થયા હતા….._

💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા નિવૃત પોલીસ અધિકારીઓ તથા *કર્મચારીઓના પરિવારને કપરા સંજોગોમાં પોતાનો પરિવાર સમજી પોલીસ ખાતામાં કુટુંબ ભાવના અને ટીમ ભાવના* ના કારણે , *સુરક્ષા સાથે સેવા તથા કુટુંબ ભાવનાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…_

IMG-20200429-WA0014-1.jpg IMG-20200429-WA0013-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *