Gujarat

મોવૈયા ગામે બેંક સાથે છેતરપીંડી કરવાના ગુનામાં ત્રણના આગોતરા જામીન મંજુર

મોવૈયા ગામે રહેતા દંપતી સહીત ત્રણ શખ્સોએ જમીન પર બેંકમાંથી રૂા.૪૭ લાખની લોન લીધા બાદ બેંકમાં રકમ નહીં ભરી છેતરપીંડી કર્યાની ફરીયાદ ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાયા બાદ ત્રણ આરોપીઓએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરતા ગોંડલની એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દંપતી સહિત ત્રણના આગોતરા જામીન મંજુર કર્યા હતા.
આ અંગેની માહીતી મુજબ મોવૈયા ગામે રહેતા નટવરલાલ જીવાભાઈ ભાલાળા, શર્મીલાબેન નટરવાલાલ ભાલાળા અને નરેન્દ્રભાઈ જીવાભાઈ ભાલાળા સહીતના શખ્સોએ પોતાની સંયુકત જમીન મિલકત તારણમાં (ગીરો) મુકી બેંકમાંથી રૂા.૪૭ લાખની લોન લીધી હતી. બેંકમાં દસ્તાવેજ ગીરો મુકેલો હોય તેમ છતાં આ મિલકત પર બાંધકામ કરી દુકાનો બનાવી જુદી જુદી વ્યક્તિઓને વેચાણ કરી બેંક સાથે રૂા.૭૧.૪૧ લાખની છેતરપીડી કર્યાની ફરીયાદ ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાયા બાદ મોવૈયા ગામના દંપતી સહીત ત્રણ શખ્સોએ ગોંડલ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. કોર્ટે બન્ને પક્ષે વકીલોની દલીલ સાંભળી નામદાર કોર્ટના જજમેન્ટ ધ્યાને લઈ આ દંપતી સહીત ત્રણેયને ૧પ–૧પ હજારના આગોતરા જામીન મંજુર કર્યા હતા. આરોપી પક્ષે ગોંડલના જાણીતા એડવોકેટ પરેશકુમાર રાવલ ભાવેશ બી. ચોલેરા રોકાયા હતા.
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *