ઊના – સૈન્યની બંધ કરાયેલી ભરતીની પરીક્ષા વહેલી તકે યોજવા અને યુવાનોને લશ્કરની ભરતીમાં 2 વર્ષની છૂટછાટ આપવા ઉનાના મોટાડેસર વિકાસ સમીતી અને તાલુકાના તમામ યુવાનો દ્રારા સંરક્ષણ મંત્રીને સંબોધી ઉના ડે.કલેક્ટરને લેખિત રજુઆત કરી હતી.
ફેબ્રુઆરી 2021માં યોજાયેલી દ્વારકા આર્મી રેલીમાં શારીરિક અને મેડિકલ ટેસ્ટમાં પાસ થયેલા યુવાનોની લેખિત પરીક્ષા અલગ-અલગ સમયે યોજવામાં આવી હતી. પરંતુ ઔપચારિક કારણો બતાવીને આ ભરતી મોકૂફ રાખવામાં આવી છે. અને આજદિન સુધી નવી તારીખ જાહેર ન થતાં યુવાનો મૂંઝવણમાં મુકાય ગયા છે. સામાન્ય રીતે સેનામાં ભરતી થતાં મોટાભાગના યુવાનો ગ્રામીણ વિસ્તારો માંથી આવતા હોય પરંતુ શહેરોમાં રહીને ભરતીની તૈયારી કરી રહ્યા છે. પરંતુ છેલ્લા એક વર્ષથી ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થવાના કારણે તેઓ આર્થિક બોજ ઉઠાવી રહ્યા છે. અને અન્ય યુવાનો ભરતીની શોધમાં છે. જેના કારણે યુવાનોમાં રોષ ફેલાયેલ હતો. બીજી ભરતી એક વર્ષમાં આવી નથી અને બીજી તરફ યુવાનોની ઉંમરની મર્યાદા છે. જેના કારણે ઘણા યુવાનો તેમના છેલ્લા વર્ષમાં હોય તે પછી તેઓ ભરતીમાં જઈ શકશે નહીં. તેને ધ્યાનમાં રાખીને 2 વર્ષ વધારવાની પણ માંગ કરી હતી. આ ભરતી વહેલી તકે મોકૂફ રાખવામાં આવેલી હોવાથી ભરતીની તારીખો તાત્કાલીક જાહેર કરો. અને ભરતીની વય મર્યાદામાં 2 વર્ષનો વધારો કરો જેથી કરીને યુવા સૈનિકો દેશની સેવામાં જોડાઈ શકે. અને તેમના માતા-પિતાના સપનાને સાકાર કરી શકે. આ બાબતે તાત્કાલીક ભરતી કરવામાં આવે તેવી મોટાડેસર વિકાસ સમીતી અને તાલુકાના તમામ યુવાનો દ્રારા ઉચ્ચાકક્ષાએ રજુઆત કરી માંગણી કરી હતી.

