મુંબઈ
ટેલિકોમ કંપનીઓ આર્થિક દબાણમાંથી પસાર થઈ રહી છે. તેમના પર છય્ઇ એરિયર્સ અને સ્પેક્ટ્રમ ચાર્જિસનો બોજ ઘણો વધારે છે. જાેકે સરકારે ચાર વર્ષનો મોરેટોરિયમ આપ્યો છે. આ સમય દરમિયાન તેમને વ્યાજ ચૂકવવું પડશે. ટેલિકોમ કંપનીઓ તેમની નાણાકીય સ્થિતિ સુધારવા માટે ટેરિફમાં વધારો કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયાએ તેમના ટેરિફમાં ૨૦-૨૫ ટકાનો વધારો કર્યો છે. આ ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે જાે છઁઇેં એટલે કે સરેરાશ આવક પર વપરાશકર્તાઓમાં વધારો થશે તો તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. એરટેલના વડા સુનિલ મિત્તલે અનેક પ્રસંગોએ કહ્યું છે કે જાે ટેલિકોમ કંપનીઓએ ટકી રહેવું હોય અને ટેક્નોલોજી એડવાન્સમેન્ટ પર વધુ ખર્ચ કરવો હોય તો છઁઇેં ઓછામાં ઓછો રૂ. ૨૦૦ હોવો જાેઈએ. જેમ જેમ તે વધશે તેમ ટેલિકોમ કંપનીઓની નાણાકીય સ્થિતિ મજબૂત થશે.વર્ષ ૨૦૨૨ આઈપીઓ માટે પણ શાનદાર રહેવાની અપેક્ષા છે. આ વર્ષે રિલાયન્સ તેના ટેલિકોમ બિઝનેસને અલગ કરશે અને આઈપીઓને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. ેલિકોમ સેક્ટરને વેગ આપશે. આ વર્ષે પણ ૫ય્ સંબંધિત નોંધપાત્ર વિકાસ જાેવા મળશે. આ વર્ષે ૫ય્ સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે. આ ઉપરાંત રિલાયન્સ જિયોનો આઈપીઓ પણ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં વર્ષ ૨૦૨૦ માં ત્ર્નૈ એ વિશ્વભરના ૧૩ દિગ્ગજ રોકાણકારો પાસેથી ૧.૫૩ લાખ કરોડ રૂપિયાનું રોકાણ એકત્ર કર્યું હતું. આ ૧૩ રોકાણકારો પાસે જિયોમાં લગભગ ૩૩ ટકા હિસ્સો છે. ફેસબુકનો ૧૦ ટકા હિસ્સો છે ઉપરાંત ગૂગલમાં ૮ ટકા હિસ્સો છે. ગૂગલે જિયોમાં ૩૩૭૩૭ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું જ્યારે ફેસબુકે ૪૩૫૭૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.


