મહારાષ્ટ્ર
ગયા અઠવાડિયે, સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ સામે આવી હતી જેમાં એક કપલ કથિત રીતે બેંકના રિલેશનશિપ મેનેજર સાથે વાત કરી રહ્યું હતું. માણસના અવાજમાં અભદ્ર ભાષા વાપરે છે જ્યારે અન્ય માણસ તેને શાંત કરતો સંભળાય છે. આ વાયરલ ક્લિપમાં ગ્રોવર કપલ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જાેકે, અશ્નીર ગ્રોવરે આ ટેપને ફેક ગણાવી છે. ગ્રોવરે કહ્યું કે નકલી ઓડિયો ક્લિપ કેટલાક સ્કેમર્સ દ્વારા નાણાં પડાવવાનો પ્રયાસ છે. આ સ્કેમર્સ તેમની પાસે બિટકોઇનના માધ્યમથી ૨૪૦,૦૦૦ ેંજી ડોલર્સ પડાવવા માગે છે. અશ્નીર ગ્રોવરે ટિ્વટ કરીને કહ્યું કે “આ મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ છે અને ઇન્ટરનેટ પર પૂરતા પ્રમાણમાં સ્કેમર્સ આ કામ કરવા ઉપલબ્ધ છે,” તેણે ટિ્વટ કર્યું. ૧૫૦ શહેરોમાં ૭૫ લાખથી વધુ વેપારીઓને પોતાની સેવા આપે છે. કંપનીએ તેની શરૂઆતથી અત્યાર સુધીમાં પાર્ટનર વેપારીઓને રૂ. ૩,૦૦૦ કરોડથી વધુની લોનનું વિતરણ કરી દીધું છે. ભારતપે દ્વારા અત્યાર સુધીમાં ઇં૬૫૦ મિલિયનથી વધુનું ફંડ એકત્ર કરવામાં આવ્યું છે.કોટક મહિન્દ્રા બેંકે જણાવ્યું હતું કે તે ભારતપેના સહ-સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અશ્નીર ગ્રોવર અને તેની પત્ની માધુરી જૈન ગ્રોવર વિરુદ્ધ અપમાનજનક કૉલ કેસમાં બેંક કાનૂની કાર્યવાહી કરવા જઈ રહી છે. બેન્કે કબૂલ્યું હતું કે દંપતીએ તેને ગત ૩૦ ઓક્ટોબરે કોઈ પણ કારણ આપ્યા વગર કાનૂની નોટિસ મોકલી હતી. દંપતીએ બેંક પર નાયકા ૈંર્ઁં માં ફાઇનાન્સ અને શેરની ફાળવણી કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો અને ૫૦૦ કરોડ રૂપિયાના નુકસાનની માંગણી કરી હતી. બેંકે મીડિયાને એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, “આ નોટિસ અમને મળી હતી અને તે સમયે ગ્રોવર દ્વારા ઉપયોગમાં લેવાતી અપમાનજનક ભાષા સામે અમારા વાંધાઓ નોંધીને અમે યોગ્ય જવાબ આપ્યો હતો. તેની સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.”
