Gujarat

નંદૂરબાર જિલ્લાના પર્વતીય વિસ્તારોમાં કાશ્મીર જેવી સ્થિતિ

નવાપુરા
પાંચ દિવસથી આ વિસ્તારમાં ૧થી ૨ ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ખેડૂતોની ચિંતા વધી રહી છે. ડાબ ગામમાં બે દિવસથી બરફ જામેલો જાેવા મળી રહ્યો છે. ગામના લોકોએ દરરોજ બહાર જવાનું મુશ્કેલી પડે છે. નાનાં બાળકોની તબિયત ખરાબ રહી છે. ખેડૂતોના પાક પર બરફ જામતાં નુકસાન થઇ રહ્યું છે.નંદુરબાર જિલ્લાના સાતપુડામાં ૩ અને ૪ નંબરના પર્વતોમાં ડાબ વિસ્તારમાં લગાતાર બે દિવસથી બરફની વર્ષા થઈ રહી છે, જેને કારણે ગામનાં નાનાં બાળકો સાથે વયોવૃદ્ધની તબિયત ખરાબ થઈ રહી છે. નાનાં બાળકોને શર્દી, ખાસી, અનેક પ્રકારની બીમારીથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. આ વિસ્તારમા સારવાર માટે નજીક વ્યવસ્થા ન હોવાના કારણે સારવાર કરવા માટે મોટી મુશ્કેલી પડી રહી છે. ડાબ ગામને હેલા ડબા કહેવામાં આવે છે. હેલા આ આદિવાસી શબ્દનો અર્થ છે કે ઠંડો. ડબા ગામનું નામ એના ભૌગોલિક પરિસ્થિતિ મુજબ પડ્યું છે. લોકવાયકા મુજબ વર્ષો પહેલાં આદિવાસી સમાજની કુળદૈવી દેવમોગરા માતાએ હેલા ડબાની જાણકારી વૃદ્ધ વ્યક્તિએ આપી હતી.ડાબ ગામે ઉદય નદી નજીક વહેલી સવારે પડેલા ઝાકળ બરફમાં રૂપાંતર થઈ રહ્યું છે. હાલ બપોરે લોકોએ ખેતીકામ કરવાની નોબત આવી છે. ઘણાં વર્ષથી આ વિસ્તારમા શિયાળામાં ઝાકળનું રૂપાંતર બરફમાં થઇ રહ્યું છે. બિટપાડા ગામના વિસ્તારમાં ઘઉંના ખેતરમાં ઠંડીથી ઝાકળ બરફ થતાં જાણે બરફની ચાદર ઓઢી હોય એવું દૃશ્ય જાેવા મળે છે.ગુજરાતને અડીને આવેલા નંદુરબાર જિલ્લાના સાતપુડા પર્વતના અક્કલકૂવા તાલુકામાં હોલડાબ, વાલંબા ગામમાં લગાતાર બે દિવસથી વહેલી સવારે સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતાં ઠંડીનું પ્રમાણ વધી જતાં ઝાકળનું રૂપાંતર બરફમાં થવાથી કડકડાટ ઠંડીને કારણે દાબ ગામ સહિત અક્કલકકૂવા, ધડગાંવ તાલુકાના ટોટલ ૪૦થી ૫૦ હજાર લોકોનું જનજીવન પ્રભાવિત થયું રહ્યું છે. નંદુરબાર જિલ્લાના સાતપુડાના ૩ અને ૪ નંબરના પર્વતોમાં લગાતાર બે દિવસથી બરફ તૈયાર થઈ રહ્યો છે. હાલ બરફને કારણે કાશ્મીર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. મકાન, વાહનો, ખેતરમાં સવારે બરફ જામેલો જાેવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *