રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ પોલીસ જવાનોએ બાતમીના આધારે કઠલાલના બદરપુર તાબે ગોકળપુરા માંથી 2 લાખ 24 હજાર 640 ના પ્રોહી મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડયા હતા.જેમા મળતી માહિતી મુજબ એક સ્વીફ્ટ ગાડી માંથી બીયરના ટીન નંગ 38 જેની કિંમત રૂપિયા 3 હજાર 800 તથા 22 પોટલામાં 396 પ્લાસ્ટિકની થેલીઓ માંથી આશરે 792 લીટર દેશીદારૂ જેની કિંમત રૂપિયા 15 હજાર 840 તથા એક મોબાઇલ જેની કિંમત રૂપિયા 5,000 મળી કુલ રૂપિયા 2 લાખ 24 હજાર 640 ના પ્રોહી મુદ્દામાલ સાથે કઠલાલ પોલીસે બે ઈસમો ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


