ન્યુદિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી છે. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મુખ્યમંત્રીઓને દેશમાં કોરોના વાઈરસને લીધે ઝડપભેર બગડી રહેલી સ્થિતિ અને તેનો સામનો કરવાને લગતી તૈયારી અંગે વાત કરી. વડાપ્રધાને કહ્યું કે ઓમિક્રોન વેરિયન્ટ અગાઉના તમામ વેરિયન્ટની તુલનામાં સૌથી ઝડપભેર ફેલાઈ રહ્યો છે. તે અત્યાર સુધીમાં તમામ શક્યતા કરતાં સૌથી સંક્રમિત સાબિત થયો છે. સ્વાસ્થ બાબતોના નિષ્ણાતો આ અંગે મૂલ્યાંકન કરી રહ્યા છે. તેમણે ચેતવણી આપી કે આ સ્પષ્ટ છે કે આપણે સૌ સાવધાન થઈ જઈએ, જાેકે આ સાથે એ બાબત સુનિશ્ચિત કરવાની રહેશે કે માહોલ વધારે પેનિક ન બને.વડાપ્રધાન મોદીની તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક શરૂ થઈ છે. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગની મદદથી મુખ્યમંત્રીઓએ દેશમાં કોરોના વાયરસથી બનેલી હાલની સ્થિતિને લઈને વાતચીત કરી રહ્યાં છે. વીડિયો કોન્ફરન્સિંગની મદદથી કરવામાં આવેલી આ મીટિંગમાં ઁસ્ મોદીએ બાળકોના વેક્સીન ડ્રાઈવમાં ઝડપ લાવવાનું કહ્યું છે. મોદીએ નિર્દેશ આપ્યો કે જે રાજ્યોમાં કોરોનાના વધુ કેસ આવી રહ્યાં છે તે રાજ્યોને ટેક્નિકલ સપોર્ટ આપવામાં આવે.