અમરેલી ની સેવાભાવી સંસ્થા શક્તિ ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ પર્વની નિમિત્તે અમરેલી શહેર ના જુદા જુદા વિસ્તારોમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ બાળકોને ચિક્કી, મમરા ના લાડુ,કેક કોન, ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગૌતમ ભાઈ વાળા,દશરત ભટ્ટ,નરુભાઈ પરમાર, જીજ્ઞેશ દાફડા, વિજય ધંધુકિયા, કિશોરભાઈ ધાંધલ, સેવાભાવી લોકો સાથે રહીને મકરસંક્રાંતિ ની ઉજવણી જરુરીયાતમંદ બાળકો ને નાસ્તો આપીને તેમના ચેહરા પર મુસ્કાન લાવવાનો પ્રયાસ કર્યો હતો તેમ શક્તિ ગ્રુપ ના શ્રી અશોકભાઈ વાળા એ જણાવ્યું હતું
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


