Gujarat

કોવિડ-૧૯ને અનુલક્ષીને  છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટ, દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

છોટાઉદેપુર
રાજ્યમાં Covid-19ના સંક્રમણની બાબતને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગના તા.૭/૦૧/૨૦૨૨ના હુકમ થી સમગ્ર રાજ્યમાં અમલમાં મુકવામાં આવેલ નિયંત્રણોની અવધિ તા.૧૫/૦૧/૨૦૨૨ ના રોજ પુર્ણ થતા.રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિની પુન: સમીક્ષા કરી સરકારશ્રીના ગૃહ વિભાગના હુકમથી નીચે મુજબના નિયંત્રણો પુર્વવત અમલમાં રાખવા ઠરાવેલ છે.
 જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુરે તેઓને મળેલ સત્તાની રૂએ, ગુજરાત સરકારશ્રી ના ગૃહ વિભાગના તા.૧૧/૦૧/૨૦૨૨ના હુકમ અન્વયે છોટાઉદેપુર જિલ્લામાં  તા.૨૨/૦૧/૨૦૨૨ સુધી નીચે મુજબના  મુજબના નિયંત્રણો અમલમાં રહેશે.
  તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ,લારી,ગલ્લાઓ,શોપિંગ કોમ્પ્લેક્ષ,માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરંટ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ ચાલુ રાખી શકાશે.સિનેમા હોલ ૫૦% બેઠક ક્ષમતાસાથે ચાલુ રાખી શકાશે. જીમ ૫૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.Pને આધિન ચાલુ રાખી શકાશે. જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P ને આધિન ખુલ્લા રાખી શકાશે. આ સમયગાળા દરમ્યાન લગ્ન  માટે ખુલ્રલા  અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૫૦ (ચારસો) વ્યક્તિઓની મંજુરી રહેશે.અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ ૧૦૦ (એક સો) વ્યક્તિઓની મંજુરી રહેશે.તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણીક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.Pને આધિન ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યક્તિઓ પરંતુ જગ્યાની ક્ષમતાના ૫૦%(મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે.
ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ  સુધીના કોચીંગ સેંન્ટરો/ટ્યુશન ક્લાસિસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચીંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે ચાલુ રાખી શકાશે.
 શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સુચનાઓને આધિન ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ  કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.Pને આધિન યોજી શકાશે. વાંચનાલયો ૫૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.Pને આધિન ચાલુ રાખી શકાશે.પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન એસ.સી.બસ સેવાઓ ૭૫% ક્ષમતા સાથે (Standing not allowed) જ્યારે એ.સી.બસ સેવાઓ મહત્તમ ૭૫% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે. પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલોમાં રમત ગમત ચાલુ રાખી શકાશે.ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૫૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ મહત્તમ ૫૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. સ્પા સેન્ટરો નિયત કોરોના ગાઇડલાઇનના ચુસ્તપણે પાલન સાથે સવારના ૦૯:૦૦ થી રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. ઉપરોક્ત તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો,સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજીયાત રહેશે. જે વ્યક્તિઓના RTPCR ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં RTPCR ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી/ હોસ્પિટલની Discharge Summary ની તારીખ થી ૯૦ દિવસ પુર્ણ થયા બાદ તુર્તજ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. પ્રથમ ડોઝ લિધાને નિયત સમય મર્યાદા પુર્ણ થયેલ હોય તો બીજો ડોઝ લિધાને નિયત સમય મર્યાદા પુર્ણ થયેલ હોય તો બીજો ડોઝ પણ લિધેલ હોય તે હિતાવહ રહેશે.તમામ ફેશ કવર, માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સીંગનું પુર્વવત ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
 આ જાહેરનામું સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારને લાગુ પડશે અને  તા.૧૬/૦૧/૨૦૨૨ થી તા.૨૨/૦૧/૨૦૨૨ના  સુધી અમલમાં રહેશે.આ હુકમના ભંગ બદલ The EPIDEMIC DISEASES Act 1897 અન્વ યે THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020ની જોગવાઇઓ, ઇન્ડિયન પિનલ કોડની કલમ ૧૮૮ તથા The Disaster Management Actની જોગવાઇઓ  હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *