ભોગ બનનારની માતાઅએ ગીરગઢડા પોલીસમાં ફરીયાદ કરવા જતા ધમકી આપી હોવાની ઉચ્ચકક્ષાએ રજુઆત કરી….
ઊના – ગીરગઢડાના કોદીયા ગામે રહેતા અને મજુરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા પરીવારની સગીરવયની દિકરીનો એકતાનો લાભ લઇ શખ્સે લલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ ગુજારેલ હોય આ બાબતે ભોગબનનારની માતાએ ગીરગઢડા પોલીસમાં ફરીયાદ કરવા છતાં પોલીસે ફરીયાદ ન લેતા અંતે જીલ્લા એસ પી, તેમજ ગાંધીનગર સુધી લેખિત રજુઆત કરી હતી.
કોદીયા ગામે રહેતી ૧૭. ૫ વર્ષની દિકરી તા.૧૩ જાન્યુ ૨૦૨૨ના રોજ પોતાના ઘરે હતી. અને તેમના પિતા મહુવા ડુંગળી લઇને મજુરી કરવા ગયેલા અને તેમની માતા બપોરના ૩.૩૦ વાગ્યાની આસપાસ પાણી ભરવા ગયેલ ત્યાથી પરત આવતા સગીર ઘરે જોવા મળેલ ન હતી. અને દિકરીની શોધખોળ કરવા છતાં પણ મળી આવેલ નહીં. ત્યાર બાદ તા.૧૪ જાન્યુ.ના ૫ વાગ્યા આસપાસ જાણવા મળેલ કે ગામમાં રહેતો મનસુખ મંગા મકવાણા નામનો શખ્સે સગીરને એકલતાનો લાભ લઇ બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ દુષ્કર્મ ગુજારેલ હોય આ બાબતે ભોગબનનારની માતાએ ગીરગઢડા પોલીસમાં ફરીયાદ કરવા ગયેલા ત્યારે પોલીસે ફરીયાદ લેવાના બદલે માનસીક ટોચર કરી ધમકી આપતા તબીયત લથડતા ગીરગઢડા સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ. અને આ બનાવ અંગે સગીરાનું કોઇ મેડીકલ રીપોર્ટ પણ કરાવેલ નથી. કે પોલીસ ફરીયાદ પણ લીધેલ નહી. અને પોલીસે ભોગ બનનારના પિતાને ફરીયાદ ન કરતા માટે માનસીક ત્રાસ આપતા હોય આથી ભોગ બનનારની માતાએ દુષ્કર્મ સહીતની ફરીયાદ નોધાવા તેમજ ગીરગઢડા પોલીસ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે જી્લ્લા એસ પી, આઇ જી, ડીજીપી ગાંધીનગર, મહીલા આયોગ, ગૃહમંત્રીને લેખિત રજુઆત કરી હતી..
