વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
કોન્ટ્રેક્ટ ની ધોર બેદરકારી ને કારણે 24 કલાક મા બીજી ઘટના બની અકસ્માત ની
ભાવનગર સોમનાથ હાઇવે પર જાફરાબાદ તાલુકા નું બાલાનીવાવ ગામ પાસે એક ગંભીર અકસ્માત બોલેરો તેમજ બુલેટ નું થતા સ્થળ પર એક યુવક નું મોત અને એક ને ઇજા થયાં નું સત્તાવાર રીતે જાણવા મળેલ છે ઇજા પામનારનું વિપુલભાઈ ધનજીભાઈ ડાભી ગામ ડકાણા તાલુકો તળાજા હોવાનું જાણવા મળેલ છે ઇજા પામનાર ને માથા માં વાગેલ હોવાથી તેમને વધુ સારવાર માટે મહુવા મોકલી આપેલ છે આ રોડ પર ગઈ કાલે આવુજ અકસ્માત થવા પામેલ તેમાં પણ એક વ્યક્તિ નું મોત થયેલ ત્યારે આ વિસ્તાર માં અવાર નવાર આવી ઘટના બનતા લોકો ના જીવ ખોવાનો વારો આવે છે ત્યારે આ અકસ્માતો પાછળ જવાબદાર કોણ ?શા માટે આ રોડ ના કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થતી નથી કે આમ લોકોના જીવ જ હશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે
રિપોર્ટર: વિક્રમ સાખટ રાજુલા


