દાહોદ
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપરગોટા ગામે ગામતળ ફળિયામાં રહેતાં કવીત સુરતનભાઈ વાંખળા, નરેશ બકુલભાઈ વાંખળા, સુક્રમ બકુલભાઈ વાંખળા, અમરસીંગ ગમજીભાઈ વાંખળા અને શકાભાઈ અરવિંદભાઈ વાખળા નામના ઈસમો એકસંપ થઈ પીપરગોટા પ્રાથમિક શાળા પાસે આવ્યાં હતાં. આ દરમ્યાન ત્યાંથી બોલેરો ગાડી લઈ પસાર થઈ રહેલા ધાનપુરના ભુવેરો ગામે રહેતાં વરસંદભાઈ મગનભાઈ બારીયા તથા તેમની સાથેના કાળુભાઈ ડામોરને ઉપરોક્ત પાંચેય જણાએ રસ્તામાં રોક્યાં હતાં. તેમજ આ પાંચ શખ્સોએ ગાડીમાં સવાર વરસંદભાઈને ખેંચી બહાર કાઢ્યાં હતાં. આ પાંચ ઈસમોએ વરસંદભાઈ બેફામ ગાળો બોલી, ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી તેમને મોટરસાઈકલ પર બેસાડી અમરસીંગભાઈ વાખળાના ઘરે લઈ જઈ ગોંધી રાખ્યાં હતા. તેમજ “તમારે ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં વોટ કવીતભાઈને આપવાનો છે” તેમ કહી વરસંદભાઈને મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જેથી આ સંબંધે વરસંદભાઈ મગનભાઈ બારીયાએ ઉપરોક્ત પાંચેય જણા વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપરગોટા ગામે ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં વોટ બાબતે તકરાર થઈ હતી. જેમાં પાંચ જેટલા ઈસમોએ એક વ્યકિતનું અપહરણ કરી, ગોંધી રાખી, તેને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.


