Gujarat

ગુજરાતમાં ભાજપ દ્વારા મંડલ સ્તરે બેઠકોનો પ્રારંભ

અમદાવાદ
મોદી આ સંબોધનમાં તમામ પેજ સમિતિના પ્રમુખો સાથે સંવાદ કરશે. ભાજપના પેજ પ્રમુખ અભિયાન હેઠળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ગુજરાતના તમામ કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય સરકારના તમામ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો તથા સંગઠનના પ્રમુખ સી આર પાટીલથી લઇને તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ પેજ સમિતિના પ્રમુખ છે અને તે સહુ વડાપ્રધાન સાથે આ કાર્યક્રમમાં સંવાદ કરશે. આ દિવસે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે અને તે દિવસે જ મોદી તમામ પેજ પ્રમુખોને પોતાની યાદીના મતદાતાઓ સાથે સંપર્ક કરવાનો બોધપાઠ આપશે. ભાજપના સૂત્રો કહે છે કે વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમોનું આ કાર્યક્રમથી વિધિવત્‌ રણશિંગુ ફૂંકાશે. આ ઉપરાંત ગુજરાત ભાજપના તમામ મંડલ સ્તરના નેતાઓની ગુરુવારે એક બેઠક યોજાવાની છે. કોરોનાના સંક્રમણમાં આવેલાં વધારાને કારણે એક સ્થળે વધુ લોકો ભેગાં ન થાય તે માટે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ બેઠકો ગુજરાતમાં ભાજપના તમામ ૫૭૯ મંડલ સ્તરે એક સમયે જ બેઠક કરવાનો આદેશ આપ્યો છે.આ બેઠક બપોરે ૧૨.૧૫ કલાકે શરૂ કરાશે અને બે કલાક સુધી ચાલશે. આ બેઠકમાં એક જ જગ્યાએ વધુમાં વધુ ૭૦ લોકો અંદાજીત મળશે.પરંતુ સમગ્ર ગુજરાતના થઇને ૪૦ હજારથી વધુ કાર્યકર્તાઓ ભાગ લેશે તેવું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.હાલ રાષ્ટ્રીય સ્તરે ભાજપનું ધ્યાન ઉત્તરપ્રદેશની ચૂંટણીઓ ઉપર છે, પરંતુ આ ચૂંટણીઓ પછી તરત જ ગુજરાત તેના કેન્દ્રબિંદુ પર રહેશે. ગુજરાત ભાજપના નેતાઓ કહે છે કે રાજ્યમાં વહેલી ચૂંટણી કરાવવાનો કોઇ પ્લાન નથી, પરંતુ ભાજપની તૈયારી જ તેનું ખંડન કરે છે. આ દરમિયાન ૨૫ જાન્યુઆરીએ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપને નમો એપ્પના મા્‌ધ્યમથી સંબોધન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *