આણંદ
તારાપુર ગ્રામ પંચાયતની ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પરીણામ આવતા સવિતાબેન કનુભાઇ પરમાર ડેપ્યુટી સરપંચ તરીકે વિજયી જાહેર થયા હતા. સવિતાબેન કનુભાઈ પરમાર ડેપ્યુટી જાહેર થતા જ તેમના સમર્થકો અને કાર્યકરોમાં વ્યાપક ઉત્સાહ વ્યાપ્યો હતો. આ ઉત્સાહના અતિરેકમાં સરકારની કોવિડ ગાઈડલાઈન અને આણંદ કલેકટરના જાહેરનામાને અવગણી ૧૦૦ થી ૧૫૦ જેટલા સમર્થકો અને કાર્યકરોનું લોકટોળુ ભેગુ થયું હતું. આ તમામ દ્વારા કોઈ પણ પ્રકારની અગાઉ સરકારની ધારા ધોરણ મુજબની પર્વ મંજૂરી વગર તથા હાલમાં ચાલી રહેલી વૈશ્વીક મહામારી કોવીડ-૧૯ અંગેના જાહેરનામાનો ભંગ થાય તે રીતે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના તેમજ માસ્ક પહેર્યા વગર રેલી કાઢી હતી. ચૂંટણી વિજય બાદ સવિતાબેન કનુભાઇ પરમારના વિજય થવા બદલ રેલી સ્વરૂપે તારાપુર ગ્રામ પંચાયતથી નિકળી તારાપુર બજારના ૨સ્તે તરફ જતા હોય જ્યાં વધુ પડતી ચિચિયારીઓ અને ગેલગીલ્લીઓનો મોટા અવાજાે કરતા પોલીસ દ્વારા સદર રેલીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન તારાપુર નાની ચોકડી પહોંચતા પોલીસ ઘર્ષણ ઉભું થતા રેલી વિખરાઈ હતી. આ ઘટનાને તારાપુરના સભ્ય સમાજ અને નાગરિકોમાં પ્રશાસનની ભારે લોકટિકા થઈ હતી. જાહેર આરોગ્ય જાેખમાય અને સામાન્ય નાગરિકોમાં કોરોના વાઈરસનો ચેપ વધુ ફેલાય તેવા કૃત્ય અને આણંદ કલેક્ટરના જાહેરનામાનો તથા રાજ્ય સરકારની હાલમાં ચાલી રહેલી કોવીડ -૧૯ની મહામારી અંગેની બહાર પાડેલી ગાઈડલાઇનનો ભંગ કર્યો હોવાથી તારાપુર પોલીસ દ્વારા તારાપુર પંચાયતના ડેપ્યુટી સરપંચ સવિતાબેન કનુભાઈ પરમાર તથા તેમના સમર્થકો વિજય પુનમભાઈ પરમાર, નિકુંજ કનુભાઈ પરમાર, અફજલ વ્હોરા, સલીમ ડેપ્યુટી, રાધુ ભરવાડ ,મોહશીન ઉર્ફે સદ્દામ ઈકબાલભાઈ વ્હોરા, જાવેદ મેહબુબભાઇ વ્હોરા, હસ્નાન ઉર્ફે અભો મેહબુબભાઈ વ્હોરા, સમદભાઈ વ્હોરા સહિત ૧૦૦ થી ૧૫૦ના ટોળા વિરૂદ્ધ આઈપીસી કલમ- ૧૮૮, ૨૬૯, ૨૭૦ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ-૫૧ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આણંદ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે એક દિવસમાં સર્વાધિક ૨૪૭ નાગરિકો કોરોના સંક્રમિત નોંધાયા છે. નાગરિકોની સુખાકારી, જાગૃતિ અને મદદગારી માટે જે રાજકીય અને સામાજિક આગેવાનોને આદર્શ માનવામાં આવે છે તે લોકો જ કોરોના નિયમોનો ભંગ કરી જાહેર આરોગ્ય જાેખમમાં મૂકી રહ્યા છે. ત્યારે તારાપુર ગ્રામપંચાયતની ડેપ્યુટી સરપંચની ચૂંટણી બાદ વિજેતા ઉમેદવારે રોડ શો યોજ્યો હતો. જેમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડી રહ્યા હતા. સભ્ય નાગરિકોમાં આ ઘટનાની ઘણી જ લોકટીકા થઈ હતી. આ ઘટનાને લઈ તારાપુર પોલીસે કોવિડ ગાઈડલાઈન અને જાહેરનામાભંગ સહિતના મુદ્દે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.


