Gujarat

રાજકોટ ક્રિષ્ના વોટર પાર્કની સામે સર્વિસ રોડ ઉપર કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ ક્રિષ્ના વોટર પાર્કની સામે સર્વિસ રોડ ઉપર કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન સંતોષભાઇ મોરી, રાહુલગીરી ગૌસ્વામી, દેવરાજભાઇ કળોતરા ને મળેલ સયુંકત હકીકત આધારે કુવાડવા થી રાજકોટ તરફ જતા હાઇવે રોડ ક્રિષ્ના વોટર પાર્કની સામે સર્વિસ રોડ ઉપર ગુંદા ગામના પાટીયા પાસે બ્રેજા કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. આકાશ હરીશભાઇ વસાણી ઉ.૩૫ રહે.કડીયાવાડ મોટી પીપળા શેરી વિશ્વકર્મા ચોક જામનગર. મારૂતી બ્રેજા કાર નં.GJ-03-MH-1853 કિ.રૂા.૩,૫૦,૦૦૦ તથા ઈંગ્લીશ દારૂની બોટલ કુલ કિ.રૂા.૪,૪૭,૦૫૬ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260516-WA0038.jpg