ઊના – ઊનામાં તસ્કરો ફરી શક્રિય બની ગયા હોય તેમ શિયાળાની ઠંડીનો લાભ ઉઠાવી રાત્રીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો મકાનના તાળા તોડી રૂમમાં ચોરી કરી નાશી છુટતા હોય છે. ત્યારે ઉના શહેરમાં નિવૃત કર્મચારીના મકાનના દરવાજાના તાળા તોડી રૂમના કબાટમાંથી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના સહીતનો મુદામાલની તસ્કરો ચોરી કરી નાશી છુટ્યા હતા. આ અંગેની પોલીસમાં અજાણ્યા શખ્સો વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રજનિકાંતભાઇ ઉર્ફે રાજુભાઇ મોહનલાલ ઉનડકર દેલવાડા રોડ નાગનાથ મંદિરની પાછળના આવેલ પોતાના મકાનમાં રહેતા હોય અને તા.૧૦ જાન્યુ.ના સાંજના મકાનમાં તાળુ મારી વરસીંગપુર રોડ પર આવેલ સ્વામીનારાયણ મંદિરે સેવા પુજા કરવા ગયેલ અને ત્યાથી તા.૧૪ જાન્યુ.ના સાંજના સમયે પરત ઘરે આવતા બંધ મકાનના દરવાજો તેમજ રૂમની બારી તુટેલી હાલતમાં જોતા રજનિકાંતભાઇ ચોકી ઉઠ્યા હતા. અને રૂમમાં પ્રવેશ કરી અંદર જોતા વેરવિખેર હાલતમાં હોય અને કબાટનું તાળુ તોડી તેમાં રહેલ રોકડ રકમ રૂ.૩૬ હજાર, ચાંદીના સિક્કા નં.૧૫ તેમજ પ્લાસ્ટીકની સોનાના વરખની પટ્ટી ચડાવેલી બંગડી નં.૨ કુલ મળી રૂ. ૪૨ હજારના મુદામાલની તસ્કરો ચોરી કરી નાશી છુટતા આ અંગે રજનિકાંતભાઇ ઉર્ફે રાજુભાઇ ઉનડકરે પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી તસ્કરોને પકડી પાડવા ચક્રગતિમાન કરેલ છે.
