Gujarat

સુરતના વેસુમાં ચપ્પુ સાથે તો કોસંબામાં રસ્તા વચ્ચે તાઈફો કરતા નશાખોર

સુરત
કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પીધેલા આધેડે ધમાલ મચાવી હતી. આધેડે દારૂનો નશો કરી લેતા શરીરનું સંતુલન ગુમાવ્યું હતું. જેથી આધેડ કીમ-માંડવી રાજ્યધોરી માર્ગ પર નવાપરા નજીક આધેડનો લથડીયા ખાતા હતાં. રસ્તા પર પડેલા આધેડને સ્થાનિકોએ ઉઠાવીને બાજુમાં લઈ ગયા હતાં. સમગ્ર વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.સુરતમાં હાથમાં ચપ્પુ લઈને ફરતા શખ્સનો વધુ એક વીડિયો વાઇરલ થતા પોલીસ માટે માથાનો દુઃખાવો બની ગયો છે. વેસુમાખુલ્લેઆમ હાથમાં ચપ્પુ લઈ લોકોને ડરાવતો ઈસમ પોતાને સુરત પોલીસનો કર્મચારી કહેતા લોકોમાં ઉભરાતો ગુસ્સો પી જવા મજબૂર બન્યા હતા. જાેકે વાઇરલ વીડિયોમાં નશામાં ચૂર ઈસમની હરકતો બાદ અનેક પ્રશ્નો ઉભા થયા હતા.બીજી તરફ કોસંબામાં પીધેલા આધેડે રસ્તામાં ડ્રામા સર્જ્‌યો હતો.જે વીડિયો પણ વાઈરલ થયો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ખબર નહિ નશાની હાલતમાં હાથમાં ચપ્પુ લઈને ફરતો ઈસમ પોલીસમાં છે કે, નહીં પણ લોકો ગુસ્સામાં ચોક્કસ હતા. જાેકે પોલીસ હોવાનું કહેતા કોઈએ કાયદો હાથમાં ન લીધો પણ વીડિયો બનાવી વાઇરલ કર્યો કે ,આ બાબતે પોલીસ કોઈ કામ કરે ને આવા લોકોને પાંજરે પૂરે તે જરૂરી છે. નશામાં ચૂર ઈસમનો રૂઆબ એટલો હતો કે, જાણે પોતે જ ભાઈ હોય. કોઈને પણ મારી શકે છે. વારંવાર લોકોને ડરાવવાનો પ્રયાસ કરતો હતો. જાેકે લોકો એલર્ટ હતા. એટલું જ નહીં પણ જાે કોઈને જરા પણ નુકશાન કર્યું હોત તો એની ધુલાઈ પાક્કી હતી. લગભગ ૧૦ મિનિટથી વધુ આ તમાશો ચાલ્યો પછી લોકો પણ કંટાળી પોત પોતાના કામે ચાલ્યા ગયા હતા.

Trying-to-scare-people-intoxicated-by-taking-a-paddle.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *