Gujarat

રાજસ્થાનથી ડીસા તરફ ગેરકાયદેસર લઈ જવાતા પશુઓને બચાવાયા

પાલનપુર

રાજસ્થાન તરફથી ડીસા તરફ એક પીકઅપ ડાલામાં ગેરકાયદેસર રીતે ૧૧ ભેંસ વંશને કતલખાને લઈ જવાની બાતમી જીવદયા પ્રેમીઓને મળી હતી. જેથી હિમાલય માલોશાનીયા, મનીષ ભાટ, જયેન્દ્રસિંહ, રાજકુમાર દરજી, અંકુર પટેલ, જીગર કાનાણી તેમજ મગશી રબારી અને મયુર ચોકસી જેવા જીવદયા પ્રેમીઓ દ્વારા ડીસાના કંસારી નજીક આવેલા ટોલ પ્લાઝા પાસે પશુ ભરેલું પીકઅપ ડાલુ ઝડપી પાડ્યું હતું. તેમજ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જીવદયા પ્રેમીઓએ ડાલાના ચાલકને પશુઓ કઈ જગ્યાએ લઈ જવાના હતા એમ પૂછતા ગાડીના ચાલકે પશુઓને ડીસા ખાતે લઈ જવાનું જણાવ્યું હતું. જેના પછી જીવદયા પ્રેમીઓએ પશુઓ ભરેલા ડાલા સહિત ગાડી ચાલકને પોલીસના હવાલે કર્યો હતો. જેના પછી ગાડીમાં ભરેલા ૧૧ પાડાને રાજપુર પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા, તેમજ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ હતી.રાજસ્થાનથી ડીસા તરફ એક પિકઅપ ડાલામાં ૧૧ જેટલા ભેંસ વંશને ગેરકાયદેસર કતલખાને લઈ જવાતો હતો. જેની બાતમી જીવદયા પ્રેમીઓને થતાં જીવદયા પ્રેમીઓ દ્વારા કંસારી ટોલનાકા પાસેથી ડાલા સહિત એક શખ્સને ઝડપી પોલીસ હવાલે કરાયો હતો.

A-basket-full-of-cattle-sped-up.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *