સુરત
કોંગ્રેસ દ્વારા ૨૩ જાન્યુઆરીથી ૩૦ જાન્યુઆરી સુધીમાં અલગ અલગ કાર્યક્રમો કરવાની જાહેરાત કરી છે. જેમાં બાઇક રેલી, સાયકલ રેલી, સંવિધાન બચાવવા માટેના અલગ અલગ કાર્યક્રમો, બંધારણ બચાવવા માટેના વ્યાખ્યાનોનું પણ આયોજન કરવામાં આવશે. લોકોની જાગૃતિ આવે તેના માટે વિધાનસભા વિસ્તારની અંદર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું કે, સરકારી ચોપડે નોંધાયેલા મૃત્યુથી ઘણી વધુ અરજીઓ આવી છે. અત્યાર સુધીમાં ૯૧ ,૮૧૦ અરજીઓ આવી છે. જેમાંથી ૫૮૮૪૦ અરજીઓ મંજૂર કરાઈ છે. ૧૫૦૦૦ જેટલી અરજીઓ છે . ૫૦૦૦ જેટલી અરજીઓ રિજેક્ટ કરાઈ છે.મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવણીમાં વિલંબ નહીં ચલાવી લેવાય- સુપ્રિમ કોર્ટ કહે છે કે,” લોકો સરકારની દયા પર નથી જીવતા. સરકાર વળતર ચૂકવીને કોઈની પર ઉપકાર નથી કરતી. ગુજરાતમાં કોરોનાને કારણે ૩ લાખ કરતા વધુ મૃત્યુ થયા છે અને તેમના પરિવારોને (નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી)ની જાેગવાઈ મુજબ રૂપિયા ચાર લાખ મળવા જાેઈએ .કોરોના સંક્રમણ કાળ દરમિયાન સતત લોકોના મૃત્યુઆંક વધી રહ્યો હતો. વિપક્ષ દ્વારા કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોના આ સરકાર હોવાનો આક્ષેપો પણ થઈ રહ્યા હતા. રાજ્ય સરકારે કોરોનાને કારણે જે લોકોના મોત થયા છે. તેના આંકડા જાહેર કર્યા હતા. પરંતુ પરિવાર દ્વારા જ અરજી કરવામાં આવી રહી છે. તેનો આંક ખૂબ જ મોટો દેખાય રહ્યો છે. સુપ્રિમ કોર્ટ દ્વારા સરકારની આકરી ઝાટકણી કાઢવામાં આવી રહી છે. કોરોના સંક્રમણમાં મોતને ભેટેલા લોકોને સહાય આપવા માટે કોઈ વિલંબ ન થવી જાેઈએ તેવી ટકોર કરી હોવાનું કોંગી નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું છે.


