Gujarat

ઉનાના કેસરિયા બોલેરો ગાડી માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો એહમદપુર માંડવી ચેક પોસ્ટ .થી કાર માથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડાયો

ઊના – દિવ-ધોધલા તરફથી આવતી કાર નં.GJ-01-RM-6733 વાળીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો આવતો હોવાની બાતમી આધારે પોલીસે એ. માંડવી ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી કારને રોકાવી ચેક કરતા વિદેશી દારૂની બોટલો નં.૬૯, મોબાઇલ ૪ તેમજ કાર સહીત કુલ કિ.રૂ.૨,૪૧,૭૦૦ ના મુદામાલ સાથે અજય અશોક વાળા, નિકુંજ જયેન્દ્ર સોલંકી તેમજ જલદીપ ભરત તન્તી રહે. રાજકોટ આ ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

કેસરીયા ગામ નજીક દિવ તરફથી બોલેરો પીકઅપ ગાડી નં.GJ-32-1-5815 માં મચ્છીના બેસનના આડમાં દારૂ લઇ અવાતો હોવાની બાતમી આધારે પોલીસે કેસરીયા ગામથી થોડે આગળ આવેલ હોટેલની બાજુમાં રોડ પર પોલીસે રોકાવી તલાસી લેતા વાહનમાં વિદેશી દારૂની બોટલ નં.૧૮૦, બીયરના ટીન નં.૯૬ તેમજ મોબાઇલ ૧ તેમજ કાર સહીત કુલ કિ.રૂ.૨,૬૯,૯૨૦ ના મુદ્દામાલ સાથે નીતેશ પ્રેમજી બામણીયા રહે.વેરાવળ વાળાને પોલીસે પકડી પાડેલ છે. આ અંગેની પુછપરછ કરતા દારૂનો જથ્થો મંગાવનાર અને હાજર નહી મળી આવેલા રાહુલ રાણા ચુડાસમા રહે.છારા ગામ તા.કોડીનાર, સંદીપ માંડણ બાંભણીયા, રહે.વેલણ તા.કોડીનાર, તેમજ રવી નગીન આંજણી રહે.વેરાવળ વાળાએ આવી એકબીજાને મદદગારી કરી હોવા અંગે ચાર શખ્સો વિરુધ ફરીયાદ નોધી ત્રણ શખ્સોને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરેલ છે.

-આરોપી-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *