Maharashtra

ક્રૂડ તેલમાં 17,06,500 બેરલના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.53ની વૃદ્ધિ

સોનાના વાયદાના ભાવમાં રૂ.28નો સુધારોઃ ચાંદી રૂ.125 ઢીલીઃ કોટન, રબર વધ્યાઃ મેન્થા તેલ, સીપીઓ નરમઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 89 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 205 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 99,814 સોદાઓમાં કુલ રૂ.9,732.24 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જાન્યુઆરી વાયદામાં 89 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 205 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 33,132 સોદાઓમાં કુલ રૂ.2,758.12 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,608ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,697 અને નીચામાં રૂ.48,540 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.28 વધી રૂ.48,592ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.479 વધી રૂ.39,198 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.12 વધી રૂ.4,820ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,986 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,118 અને નીચામાં રૂ.63,803 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.125 ઘટી રૂ.63,833 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.100 ઘટી રૂ.64,057 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.100 ઘટી રૂ.64,055 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 11,881 સોદાઓમાં રૂ.2,432.96 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.15 વધી રૂ.244.30 અને જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.3.95 વધી રૂ.297ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.743.10 અને નિકલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.4.6 ઘટી રૂ.1,720.80 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.55 વધી રૂ.186ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 27,322 સોદાઓમાં કુલ રૂ.1,863.05 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,250ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,328 અને નીચામાં રૂ.6,244 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.53 વધી રૂ.6,293 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.30 ઘટી રૂ.294.30 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 1,279 સોદાઓમાં રૂ.128.74 કરોડનાં કામકાજ થયા હતા. રબર ફેબ્રુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.16,539ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,690 અને નીચામાં રૂ.16,534 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.291 વધી રૂ.16,613ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,175ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1175 અને નીચામાં રૂ.1165 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.10.20 ઘટી રૂ.1165.10 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.30 ઘટી રૂ.960.30 અને કોટન જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.380 વધી રૂ.36,480 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 9,192 સોદાઓમાં રૂ.1,864.62 કરોડનાં 3,834.867 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 23,940 સોદાઓમાં કુલ રૂ.893.50 કરોડનાં 139.423 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.279.47 કરોડનાં 11,450 ટન, જસતના વાયદાઓમાં રૂ.304.18 કરોડનાં 10,310 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.617.30 કરોડનાં 8,262.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.1,158.02 કરોડનાં 6,862.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.73.99 કરોડનાં 3,965 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 11,778 સોદાઓમાં રૂ.1,071.93 કરોડનાં 17,06,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 15,544 સોદાઓમાં રૂ.791.12 કરોડનાં 2,75,51,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,015 સોદાઓમાં રૂ.115.79 કરોડનાં 31625 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 247 સોદાઓમાં રૂ.10.07 કરોડનાં 103.68 ટન, રબરના વાયદાઓમાં 5 સોદાઓમાં રૂ.0.08 કરોડનાં 5 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 12 સોદાઓમાં રૂ.2.80 કરોડનાં 240 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,035.138 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 432.389 ટન, એલ્યુમિનિયમમાં 15,620 ટન, જસત વાયદામાં 8,965 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 10,065 ટન, નિકલ વાયદામાં 4,591.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,930 ટન, ક્રૂડ તેલમાં 9,34,600 બેરલ અને નેચરલ ગેસમાં 1,21,30,000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 180900 ગાંસડી, મેન્થા તેલમાં 412.92 ટન, રબરમાં 18 ટન, સીપીઓમાં 34,180 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 2,044 સોદાઓમાં રૂ.179.96 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,026 સોદાઓમાં રૂ.86.39 કરોડનાં 1,204 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 938 સોદાઓમાં રૂ.87.39 કરોડનાં 969 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,057 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,117 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 14,343ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,399 અને નીચામાં 14,310ના સ્તરને સ્પર્શી, 89 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 26 પોઈન્ટ વધી 14,336ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ફેબ્રુઆરી વાયદો 18,010ના સ્તરે ખૂલી, 205 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 28 પોઈન્ટ વધી 18,065ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 24,156 સોદાઓમાં રૂ.2,369.41 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.486.90 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.28.62 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,853.70 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *