Gujarat

ગુજરાત સ્થાપના દિવસે ગ્લોબલ સમીટ યોજાવાની ચર્ચા

ગાંધીનગર
ગત ૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમ્યાન વાઈબ્રન્ટ ગુજરાત સમીટ ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને ગુજરાત સરકાર દ્વારા તડામાર તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી. જાેકે, ત્યાં અચાનક કોરોનાના કેસ વધવા લાગ્યા હતા. જાેકે છેલ્લે સુધી ગુજરાત સરકાર અને રાજકીય નેતાઓ મક્કમપણે નિવેદનો આપી રહ્યા હતા કે કોઇપણ ભોગે વાઈબ્રન્ટ ગુજરાત સમીટ રદ્દ નહી કરવામાં આવે. જાેકે, કોરોનાના ખૌફને લીધે સરકારની આકરી ટીકા થયા બાદ આખરે સરકારે વાઈબ્રન્ટ ગુજરાત સમીટ રદ્દ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે ફરી ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે કે મે મહિનામાં વાઈબ્રન્ટ ગુજરાત સમીટ ૨૦૨૨નું ફરી આયોજન થઇ શકે છે.વાઈબ્રન્ટ ગુજરાત સમીટ ૨૦૨૨ ફરીવાર ચર્ચામાં આવી છે. એક મહિના પહેલા વાઈબ્રન્ટ સમીટ જાેરશોરથી યોજવાની સરકાર વાતો કરી રહી હતી. પરંતુ કોરોના વાયરસની ત્રીજી લહેરને લીધે સમીટ રદ્દ કરવામાં આવી હતી. ત્યારે હવે ફરીથી વાઈબ્રન્ટ સમીટનું ભૂત હાલ્યું છે. સરકારી તંત્રમાં ફરી વાઈબ્રન્ટ સમીટનું યોજાવાની ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. જાન્યુઆરી મહિનામાં યોજાનાર વાઈબ્રન્ટ સમીટ હવે ગુજરાતના સ્થાપના દિવસે યોજાઈ શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી ૧ મે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસે વાઈબ્રન્ટ ગુજરાત સમીટ ૨૦૨૨નું આયોજન કરવામાં આવી શકે છે. જાેકે, હજુ સુધી સરકાર દ્વારા આ સમાચારને સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી.

Vibrant-Gujarat-Summit-2022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *