નવીદિલ્હી
તાજેતરના વર્ષોમાં અમે એવા વલણો અને વર્તણૂકોનો ઉદભવ જાેયો છે જે પહેલાથી જ સ્થાપિત નાગરિક રાષ્ટ્રવાદની વિરુદ્ધ છે અને તે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની કાલ્પનિક વ્યવસ્થાનો લાગૂ કરે છે.’ અંસારીએ એવો પણ દાવો કર્યો હતો કે તેઓ વર્તમાન ચૂંટણી બહુમતીને ધાર્મિક બહુમતી તરીકે રજૂ કરે છે અને રાજકીય શક્તિ પર એકાધિકાર કરવા માંગે છે. તેમણે કહ્યું કે આવા લોકો ઈચ્છે છે કે નાગરિકોને તેમના વિશ્વાસના આધારે અલગ કરવામાં આવે અને અસુરક્ષાને પ્રોત્સાહન મળવું જાેઈએ. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આવા વલણોને રાજકીય અને કાયદાકીય રીતે પડકારવાની જરૂર છે. બીજી તરફ હામિદ અંસારીના આ નિવેદન પર ભાજપના નેતા અને લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પલટવાર કર્યો છે. નકવીએ કહ્યું કે મોદીની ટીકા કરવાનું ગાંડપણ હવે ભારતની ટીકા કરવાના ષડયંત્રમાં ફેરવાઈ ગયું છે. તેમણે કહ્યું કે જે લોકો લઘુમતીઓના મતોનું શોષણ કરતા હતા તેઓ હવે દેશના સકારાત્મક વાતાવરણને લઈને ચિંતિત છે. આ કાર્યક્રમનું આયોજન ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ સહિત ૧૭ અમેરિકન સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ જૂથ પર ત્રિપુરા સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં ૈંજીૈં અને અન્ય ઉગ્રવાદી જૂથો સાથે સંબંધ હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ કાઉન્સિલે ત્રિપુરા સરકારના દાવાને ફગાવી દીધો અને કહ્યું કે તેઓ અમેરિકન નાગરિક અધિકાર સંગઠન છે. અમેરિકાના ત્રણ ધારાસભ્યો જિમ મેકગોવર્ન, એન્ડી લેવિન અને જેમી રસ્કિન પણ ચર્ચામાં ભાગ લીધો હતો. રસ્કિને કહ્યું કે ભારતમાં ધાર્મિક સરમુખત્યારશાહી અને ભેદભાવના મુદ્દે ઘણી સમસ્યાઓ છે. એટલા માટે અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે ભારત દરેક માટે ધાર્મિક સ્વતંત્રતા, સ્વતંત્રતા, બહુલતા, સહિષ્ણુતા અને અસંમતિના આદરના માર્ગ પર રહે. “દુઃખની વાત છે કે, આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી પતન, માનવ અધિકારોનું ઉલ્લંઘન અને ધાર્મિક રાષ્ટ્રવાદનો ઉદય જાેઈ રહી છે” તેમ લેવિને કહ્યું. ભારત ૨૦૧૪થી લોકશાહી સૂચકાંકમાં ૨૭ થી ઘટીને ૫૩ પર આવી ગયું છે અને ‘ફ્રીડમ હાઉસ’ ભારતને ‘સ્વતંત્ર’ થી ‘આંશિક સ્વતંત્ર’ શ્રેણીમાં મૂક્યું છે. સેનેટર એડ માર્કીએ જણાવ્યું હતું કે એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે જ્યાં ભેદભાવ અને હિંસા મૂળ બની શકે છે. તાજેતરના વર્ષોમાં અમે દ્વેષયુક્ત ભાષણ અને અપ્રિય કૃત્યોમાં ઓનલાઇન વધારો જાેયો છે. તેમાં મસ્જિદોમાં તોડફોડ, ચર્ચ સળગાવવા અને સાંપ્રદાયિક હિંસાનો પણ સમાવેશ થાય છે.ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન આવ્યું છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ૈંજીૈં દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હામિદ અંસારીએ ભારતના લોકતંત્રની ટીકા કરી હતી અને ચેતવણી આપી હતી કે દેશ તેના બંધારણીય મૂલ્યોથી દૂર જઈ રહ્યો છે. ભારતીય અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ દ્વારા પ્રજાસત્તાક દિવસ પર આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હામિદ અન્સારીએ આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે હિંદુ રાષ્ટ્રવાદના ઉદય અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
