નવીદિલ્હી
ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વુ કિયાને કહ્યું “કેટલાક અમેરિકન રાજકારણીઓ ‘દમન’ શબ્દનો ઉપયોગ કરવા માટે એટલા ટેવાયેલા છે કે તેઓ ભૂલી ગયા છે કે યુએસ ‘દબાણની મુત્સદ્દીગીરી’નો શોધક અને માસ્ટર પ્લેયર છે.” ક્વિઆને કહ્યું. ન તો કોઈના પર દબાણ લાવે છે ન કોઈના દબાણમાં આવે છે. તે અમેરિકાની પ્રેશર ડિપ્લોમસીનો સખત વિરોધ કરે છે. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ ગુરુવારે પોતાની માસિક પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી. તેમણે કહ્યું કે અમે ભારત સાથે નજીકના સંપર્કમાં રહીને સરહદ વિવાદનો ઉકેલ લાવીશું. વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકા ચીન-ભારત સરહદ પરની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ભારત અને અન્ય પડોશીઓ પર દબાણ કરવાના ચીનના વલણથી ચિંતિત છે. ચાઈના સી અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધી રહેલી દખલગીરી અને યુક્રેન સંકટ વચ્ચે તાઈવાન પર હુમલો નહીં કરવાની ધમકી આપતા અમેરિકાએ કહ્યું કે તેણે તેની હરકતોથી દૂર રહેવું જાેઈએ. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ કહ્યું “યુએસ એ ખૂબ જ સ્પષ્ટ છે કે દેશ ન્છઝ્ર અને સમગ્ર વિશ્વમાં બેઈજિંગના વર્તનને કેવી રીતે જુએ છે.” અમે માનીએ છીએ કે આ અસ્થિર થઈ શકે છે. અમે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના અમારા પડોશીઓને ડરાવવાના પ્રયાસથી ચિંતિત છીએ. અમે વાતચીત અને આ સરહદ વિવાદોના શાંતિપૂર્ણ સમાધાનને સમર્થન આપવાનું ચાલુ રાખીએ છીએ. ચીનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે બંને પક્ષો વચ્ચે ૧૪મા રાઉન્ડની વાતચીત સકારાત્મક અને રચનાત્મક રહી છે. ચીન વાતચીત અને પરામર્શ દ્વારા સરહદ મુદ્દાને ઉકેલવા માટે કામ કરશે. તેમણે જણાવ્યું કે આ વાતચીતમાં ચાર સમજૂતી થઈ છે. “ચીન વાતચીત અને પરામર્શ દ્વારા સરહદ મુદ્દાને યોગ્ય રીત હેન્ડલ કરવા માટે ભારતીય પક્ષ સાથે નજીકથી કામ કરશે.”ભારત-ચીન સરહદ પર તણાવને લઈને અમેરિકાના નિવેદન પર ચીન ગુસ્સે છે. ચીનના સંરક્ષણ મંત્રાલયે આ મુદ્દે ત્રીજા પક્ષની દખલગીરીનો વિરોધ કર્યો છે. ચીનનું નિવેદન અમેરિકાની આકરી ટીકા બાદ આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે ભારત સહિત તેના પડોશીઓ પર દબાણ કરવાના બેઈજિંગના પ્રયાસો અંગે ચિંતિત છે. ચીને કહ્યું કે સરહદ સમસ્યા દ્વિપક્ષીય મામલો છે. ચીન અને ભારત બંને ત્રીજા પક્ષની દખલગીરીનો વિરોધ કરે છે.
