વડોદરા
ગોત્રી રોડ ઇસ્કોન હાઇટ્સ પાસે રાત્રે ૧૧ વાગ્યે ર્નિમલ છોલે કુલચે નામની લારી ચાલુ રાખી વેપાર કરતા જાેગીદ્રસિંહ થાનસિંહ રાજપુત (રહે. દેવનગર, સ્વામીનારાયણ મંદિર પાછળ, વાસણા રોડ, વડોદરા) ને પોલીસે ઝડપી લીધો હતો. મોડી રાત્રે ધંધો કરતા આ શખ્સે માસ્ક પણ નહોતુ પહેર્યું. જ્યારે તેની બાજુમાં જ આમલેટની લારી ચલાવતો કિશોર જસવંતભાઇ જાદવ (હે. ન્યુમહાદેવનગર, ઇસ્કોન મંદિરની સામે, હરિનગર, વડોદરા) માસ્ક પહેર્યા વિના કર્ફ્યૂના નિયમોનો ભંગ કરીને ધંધો કરતા ઝડપાઇ ગયો હતો. ત્યાંજ અવરેસ્ટ ચાઇનિઝની લારી ચલાવતો પુષ્કર ગગનબહાદુર સોની (રહે. કૃષ્ણનગર, સનફાર્મા કંપની પાછળ, વડોદરા) પણ માસ્ક પહેર્યા વિના તેમજ રાત્રિ કર્ફ્યૂ હોવા છતાં ધંધો કરી રહ્યો હતો. આ તમામ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કોરોના મહામારીમાં રાત્રિ કર્ફ્યૂ અમલી હોવા છતાં કેટલાક વેપારીઓ ધંધો કરતો હોવાથી ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે શહેરના ગોત્રી વિસ્તારમાં ગત રાત્રે પોલીસે કર્ફ્યૂ હોવા છતાં લારીઓ પર વેપાર કરતા ત્રણ શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી કરી છે.
