Gujarat

વડોદરા મનપા નવા ૩ હજાર આવાસો બનાવશે

વડોદરા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં નવા ૩૧૯૦ આવાસો બનાવવાનું કોર્પોરેશનનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારના સહયોગથી હાઉસિંગ ફોર ઓલ યોજના અંતર્ગત એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા ૩૦,૯૪૫ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે ૧૦,૯૯૪ આવાસોની કામગીરી પ્રગતિ હેઠળ છે. ચાલુ વર્ષે ૧૭૧૮ લાભાર્થીઓને આવાસોની ફાળવણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભાયલી, સેવાસી, બિલ, તાંદલજા, કલ્યાણનગર અને સયાજીપુરા ખાતે રૂપિયા ૨૬૦ કરોડના ખર્ચે શહેરી ગરીબો માટે ૩૧૯૦ નવા આવાસો બનાવવામાં આવર્શે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, વડોદરામાં રોજીરોટી મેળવવા આવતા મજૂરો-કામદારોને પરેશાન ન થવું પડે તે માટે છાણી અને હરણી ખાતે ૭૪૮ આવાસો એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ અંતર્ગત કોર્પોરેશનને પ્રીમિયમ પેટે નવી આવક ઊભી થશે. વિવિધ આવાસ યોજનાના ફોર્મ ભરવા લોકોએ લાઇનમાં ઊભા રહેવું નહીં પડે કારણ કે, કોર્પોરેશને ઓનલાઈન સોફ્ટવેર થકી ઓનલાઈન ફોર્મ અંગેની પ્રક્રિયા હાથ ધરી છે. આમ વડોદરા શહેરમાં સ્લમ ફ્રી સિટી અંતર્ગત વધુ ૩૦૦૦ આવાસો બનાવવામાં આવશે.સ્લમ ફ્રી વડોદરા અંતર્ગત ઘર વિહોણા અને ગરીબ લોકો માટે વડોદરા મહાનગરપાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા વડોદરામાં ૩૦,૯૪૫ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જે પૈકી ૧૦,૯૯૪ આવાસોની કામગીરી પ્રગતિ હેઠળ છે અને ૧૭૧૮ આવસોની લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં રૂપિયા ૨૬૦ કરોડના ખર્ચે ૩૦૦૦ આવાસો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *