વડોદરા
વડોદરા ગેસ લિમિટેડ દ્વારા નંદનવન ગેસ સ્ટેશન અલકાપુરીથી વડોદરા શહેર વિસ્તારને ગેસ પુરવઠો પુરી પાડતી મુખ્ય પાઇપલાઇનના શટડાઉનની કામગીરી થશે. જેથી ૨૯ જાન્યુઆરી રાત્રે ૧૧ વાગ્યાથી ૩૦ જાન્યુઆરી સુધી વડોદરા શહેરના ચાર દરવાજાના અંદરના વિસ્તારો વાડી, ગાજરવાડી, પાણીગેટ, જૂનીગઢી, ફતેપુરા, નિઝામપુરા ગામ, રાજમહેલ રોડ, દાંડિયાબજાર, નવાપુરા, રાવપુરા, નાગરવાડા વગેરે વિસ્તારમાં ગેસ પુરવઠો આછા પ્રેશરથી અથવા તો નહિવત થઇ શકે છે. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ગેસ સપ્લાય આપવાનો પુરો પ્રયત્ન કરશે છતાં શટડાઉનની સ્થિતિને ધ્યાને રાખીને ગ્રાહકોને વૈકલ્પિક વ્યવસ્થા રાખવા જણાવવામાં આવ્યું છે.વડોદરા શહેરના નંદનવન ગેસ સ્ટેશન ખાતે શટડાઉનની કામગીરીને કારણે વડોદરાના ચાર દરવાજાના વિસ્તારોમાં રાત્રે ગેસ નહિવત કે ઓછા પ્રેસરથી મળશે.


