વડોદરા
વડોદરાના પ્રતાપગંજ વિસ્તારમાં રહેતા જે.એસ. બંદૂકવાલા પ્રોફેસર બંદૂકવાલા તરીકે ઓળખાતા હતા. તેઓ હ્યુમન રાઇટ્સ માટે અવારનવાર અવાજ ઉઠાવતા હતા. આ ઉપરાંત તેઓ પોતાના સમાજ માટે પણ લડતા હતા. તેઓ એક એક્ટિવિસ્ટ હતા તેમજ દેશની અનેક એનજીઓ સાથે સંકળાયેલા હતા. પ્રોફેસર બંદૂકવાલાના અવસાનના સમાચારે તેમની સાથે કામ કરનાર લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. શહેરના રાજકીય, સામાજિક અને શૈક્ષણિક શેત્રે સંકળાયેલા લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી.વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફિઝિક્સ વિભાગમાં પ્રોફેસર પદેથી નિવૃત્ત થયા બાદ સામાજિક પ્રવૃત્તિ કરીને જીવન પસાર કરી રહેલા પ્રોફેસર બંદૂકવાલાનું આજે અવસાન થયુ હતું. તેઓની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને સમાજના અગ્રણીઓ જાેડાયા હતા.


