વલસાડ
વલસાડ તાલુકાના કુંડી ગામથી અટગામ સુધીના ગામો માંથી જેટકો કંપની દ્વારા હાઇવોલ્ટેજ વીજળીની ૬૬ કેવી ની નવી લાઇન નાખવાનું કામ ચાલુ કરવામાં આવ્યુ છે. જાેકે વલસાડ જિલ્લાના ગામડાઓમાંથી કામની શરૂઆત થતાં જ કંપનીને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો અનુભવ થયો છે. કારણકે જે ખેડૂતોની જમીન માંથી વીજ કંપનીની લાઇન પસાર થઈ રહી છે. એ અસરગ્રસ્ત ખેડૂતોએ કંપની દ્વારા કોઈપણ જાતના વળતર આપ્યા વિના કે ખેડૂતો ને વિશ્વાસ માં લીધા વિના જ વીજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરી છે.. તેને કારણે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે.. અને જેટકો કંપની દ્વારા ચાલી રહેલા કામનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ધનોરી ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ એકઠા થઇ ગયા હતા અને કંપનીના સ્ટાફને કામ કરતો અટકાવ્યો હતો. જેટકો કંપની દ્વારા વીજ લાઈન નાખવાના શરૂ થયેલ આ કામના ખેડૂતોએ બંધ કરાવ્યું હતું.. અસરગ્રસ્ત ખેડૂતોનું માનીએ તો કંપની દ્વારા જે વીજ લાઇન નાખવામાં આવી રહી છે ..તેમાં ખેડૂતોની ૧૮ મીટર જમીન ને અસર થઈ રહી છે.. તેમ છતાં કંપની દ્વારા જમીન નું કોઈપણ જાતનું વળતર આપ્યા વિના માત્ર.. કંપની દ્વારા વીજ લાઈન નાખતી વખતે જે પાક નુકસાન થાય તે પાક ના નુકસાન નાજ વળતર ચૂકવવા માટે તૈયારી દર્શાવી છે. જાેકે ૧૮ મીટર લાઇનમાંથી જે જગ્યાએથી વીજલાઇન પાસ થઈ રહી છે તેનું કોઈ વળતર અંગે હજુ સુધી કંપની દ્વારા સ્પષ્ટતા કરવામાં નહિ આવી હોવાથી.. ખેડૂતો આ મામલે વિરોધ કરી રહ્યા છે.. એના કારણે જ કંપની દ્વારા કોઈપણ જાતની પરવાનગી કે વળતર આપ્યા વિના જ ચાલુ કરેલા આ કામને ખેડૂતોએ અટકાવ્યું હતું.. અસરગ્રસ્ત ખેડૂતો ના કહેવા મુજબ વલસાડ જિલ્લામાંથી પસાર થતી આ વીજ લાઈન થી જિલ્લાના અનેક ખેડૂતો અસરગ્રસ્ત થઈ રહ્યા છે. અને ખેડૂતો ની ખેતીલાયક મહામૂલી જમીનમાંથી વીજ લાઈન પસાર થઇ રહી હોવાથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે.. તેમ છતાં કંપની દ્વારા કોઈપણ જાતનું વળતર આપવામાં નથી આવ્યું અને ખેડૂતોને વિશ્વાસમાં પણ નથી લેવામાં આવ્યા. આથી જ્યાં સુધી કંપની દ્વારા ખેડૂતોને નુકસાનનું યોગ્ય વળતર નહીં આપે ત્યાં સુધી ખેડૂતો કંપનીને કામ આગળ નહીં કરવા દે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો છે. તો કંપની ના જવાબદારો અંગે જણાવી રહ્યા છે કે ધારા ધોરણ મુજબ તમામ ને વળતર આપમાં આવી રહ્યું છે
