ગાંધીનગર
પાટનગરના વિવિધ સેકટરોમાં રસ્તા અને બગીચા જેવી માળખાકીય સુવિધાઓ અગાઉ ઊભી કરવામાં આવી છે. ૨૪ કલાક પાણી અને નવી ગટરલાઈનો નાખવાનું કામ પણ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. બીજી બાજુ ન્યૂ ગાંધીનગરના વિસ્તારોમાં ગટર અને પાણીની સુવિધા નહીવત છે. તાજેતરમાં યોજાયેલી સ્થાયી સમિતીની બેઠકમાં આ કામગીરી માટે રૂ.૧૫૪ કરોડની જાેગવાઈ કરાઈ છે. જાે કે રસ્તા, બગીચા, સ્ટ્રીટ લાઈટ વગેરે અનેક પાયાની સુવિધામાં ન્યૂ ગાંધીનગરના વિસ્તારો પાછળ છે. વસતી અને વિસ્તારની દૃષ્ટિએ પાટનગર કરતાં બમણુ કદ ધરાવતા આ વિસ્તારોમાં માળખાકીય સુવિધા ઊભી કરવા માટે આગામી બજેટમાં ભાર મૂકાય તેવી શક્યતા કોર્પોરેશનનાં સૂત્રોએ વ્યક્ત કરી છે. ૨૦૨૧માં યોજાયેલી ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે સૌ પ્રથમ વખત જંગી બહુમતિ મેળવી છે. ૪૪માંછી ૪૧ બેઠક સાથે કોંગ્રેસના સૂપડાં સાફ કરી નાખનાર ભાજપ પાસે ગત મુદત દરમિયાન પણ સત્તા હતી. ગત મુદતમાં મ્યુનિ.ની કુલ ૩૨ બેઠકમાંથી ૧૭ બેઠક પર ભાજપનો કબજાે હતો. ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં જ સ્થાયી સમિતી સમક્ષ ડ્રાફ્ટ બજેટ રજૂ થયુ હતું અને તેને સુધારા-વધારા બાદ સામાન્ય સભાની મંજૂરી માટે મેયરને મોકલવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિએ રજૂ કરેલા બજેટને ક્યારેય સામાન્ય સભામાં રજૂ કરાયું ન હતું અને ત્યારબાદ સામાન્ય સભા પણ બોલાવાઈ ન હતી. જેના કારણે જીપીએમસીની જાેગવાઈ મુજબ સ્થાયી સમિતીના બજેટને આપોઆપ મંજૂરી મળી હતી.ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આગામી વર્ષનું નાણાકીય ડ્રાફ્ટ બજેટ સોમવારે સ્થાયી સમિતી સમક્ષ રજૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલી દસખાસ્તોમાં સુધારા-વધારા બાદ ફાઈનલ બજેટને સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. મ્યુનિસિપલની હદ વિસ્તરણ બાદ પ્રથમ વખત રજૂ થઈ રહેલા આ બજેટનું કદ રૂ.૫૫૦ કરોડથી વધુ રહેવાનો અંદાજ છે.
