અમેરિકા
મિસ યુએસએ ૨૦૧૯ અને અમેરિકન મોડલ ચેસ્લી ક્રિસ્ટે ૬૦ માળની બિલ્ડીંગ પરથી છલાંગ લગાવીને મોતને વ્હાલું કર્યું હતું. તેણે પોતાના મૃત્યુના થોડા કલાકો પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી હતી. ચેસ્લી માનસિક સ્વાસ્થ્ય વિશે સતત પોતાનો મત રજૂ કરતી રહેતી હતી. ૩૦ વર્ષીય ચેસ્લી ક્રિસ્ટે મેનહટનમાં સ્થાનિક સમય અનુસાર સવારે ૭.૧૫ વાગ્યે શંકાસ્પદ રીતે આત્મહત્યા કરી હતી. ૬૦ માળની ઓરિયન બિલ્ડીંગમાં ૯મા માળે તેમનો એપાર્ટમેન્ટ હતો. તે છેલ્લે ૨૯મા માળે જાેવા મળી હતી. તાજેતરમાં, જ્યારે ભારતની હરનાઝ કૌર સંધુ મિસ યુનિવર્સ બની હતી, ત્યારે તેણે તેની સાથેનો ફોટો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વર્ષ ૨૦૧૯માં, ચેસ્લી ક્રિસ્ટે ૨૦૧૯માં નોર્થ કેરોલિનાનું પ્રતિનિધિત્વ કર્યું અને મિસ યુએસએ ૨૦૧૯ નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. તે વ્યવસાયે વકીલ પણ હતી. તે ઉત્તર અને દક્ષિણ કેરોલિનામાં કાયદાની પ્રેક્ટિસ પણ કરતી હતી. તે સામાજિક અને ફોજદારી ન્યાય સુધારાની તરફેણમાં હતી. મિસ યુએસએ ૨૦૧૯ બન્યા પછી, તે એક્સ્ટ્રા નામના એક શોની સંવાદદાતા બની ગઈ હતી. અહેવાલો મુજબ, તે માનસિક સ્વાસ્થ્ય પર અવાજ ઉઠાવતી હતી, તેણે પોતાના ઘણા ઇન્ટરવ્યુમાં પણ આ વિશે વાત કરી હતી. તેણે મૃત્યુ પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ લખી હતી, ‘આ દિવસ તમારા માટે આરામ અને શાંતિ લાવે’. પોલીસને તેના ઘરેથી મળેલી સુસાઈડ નોટમાં તેણે દરેક વસ્તુનું નામ તેની માતા એપ્રિલ સિમ્પકિન્સના નામે કરવાનું કહ્યું છે. જાેકે તેણે આત્મહત્યા કેમ કરી? આ વાત નોટમાં નથી લખી.


